દેશમાં વર્તમાન સમયે કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે. દરરોજ 2 લાખ કરતા વધારે કોરોના કેસ સામે આવી રહ્યા છે. અત્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે હવે તો એ કહેવું પણ મુશ્કેલ છે કે લોકોને કોરોના વાયરસનો ચેપ ક્યાંથી લાગે છે. આ બધા વચ્ચે લેંસેટ જર્નલમાં એલો દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ મુખ્ય રીતે હવા દ્વારા ફેલાય છે. જેના કારણે અનેક સાવધાનીઓ અને સ્વાસ્થ્ય સુવીધાઓ પણ વાયરસ સામે લાચાર સાબિત થઇ રહી છે.
જવાબદાર વાયરસના SARS-COV-2 ફેલાવા પર એક સંશોધન રિપોર્ટ અનુસાર લેન્સેટમાં છપાયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, હવાના કારણે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. તેથી આ બચાવ અને તેને રોકવાની તમામ યુક્તિઓ ફ્લોપ સાબિત થઈ રહી છે. આ તપાસમાં યુ.કે, યુ.એસ અને કેનેડાના 6 નિષ્ણાંતોની ટીમ સામેલ થઈ હતી. જેણે પુરાવા એકત્રિત કર્યા હતા. આમાં કોઓપરેટિવ ઇન્સ્ટીટ્યૂટ ફોર રિસર્ચ ઈન એનવાયરમેન્ટ સાયન્સના કેમિસ્ટ જોસ- લઇસ જિમેનેઝ પણ શામેલ છે. આ સંશોધન કાર્યની આગેવાની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ટ્રિશ ગ્રીનહાલ દ્વાર કરવામાં આવ્યું હતું.
ઓક્સફર્ડ યુનિવર્સિટીની ટીમ દ્વારા પણ આ સંશોનની સમીક્ષા કરવામાં આવી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પણ હવાથી વાયરસ ફેલાય છે તે વાતને સમર્થન આપતી વાતોને હાઇલાઇટ કરવમાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મોટા ડ્રોપલેટ વડે જ કોરોના ફેલાય છે તે વાતનું કોઇ પ્રમાણ નથી. તેની સામે એ વાતના સબૂત છે કે આ વાયરસ હવા દ્વારા ફેલાય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ વાતને ગંભીરતાથી સમજે અને તેવા પગલા ભરે કે વાયરસના ફેલાવેને ઓછો કરી શકાય.
