હાઈકોર્ટએ કોંગ્રેસના ત્રણ ઉમેદવારોની અરજી ફગાવી
મહાનગરપાલિકાની ચૂંટણીઓની તારીખો નજીક આવી રહી છે ત્યારે ઉમેદવારો વચ્ચે વાટાઘાટ જોવા મળી રહ્યા છે. તેમજ કેટલાક ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે.ત્યારે અમદાવાદ તેમજ ભાવનગરન કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ થવાના કારણે તેઓમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે ભાવનગર – અમદાવાદ કોંગ્રેસના ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થવાના કારણે તેઓ એ હાઇકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ હાઇકોર્ટ દ્વારા તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.હાલમાં ચૂંટણી નજીક હોવાના કારણે તેઓ અરજી કરી શકે નહીં.આથી હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કેચૂંટણી પુરી થયા બાદ અરજદાર હાઇકોર્ટમાં ઇલેકશન પીટીશન કરી શકે છે.
કોંગ્રેસના દિનેશ પરમાર, દેવલબેન ચાવડા અને શિલ્પાબેન રાણાની અરજીઓ હાઈકોર્ટે ફગાવી દીધી છે.ઉમેદવારોના વાસ્તવિક નામ અનેમેન્ડેટના નામમાં તફાવત હોવાના કારણે ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.જયારે બીજી બાજુ જોવા જઈએ તો ઉમેદવારના ટેકેદારોને પ્રવેશ નહીં મળતાં ટેકેદારની સહી બાકી હોવાથી ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું છે જ્યારે ત્રીજા કિસ્સામાં સોગંદનામું નિર્દિષ્ટ ફોર્મેટમાં નહીં હોવાના કારણે ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું.
તેમજ અન્ય મહત્વની વાત સામે આવી રહી છે કે અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટેની ચૂંટણીમાં દસક્રોઇ તાલુકાની બે બેઠકોમાંથી ભૂવાલડીમાં મેન્ડેટમાં ન હોવાના કારણે ફોર્મ રદ થયું છે . તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવારોદ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગૃહમંત્રીના ઈશારે ફોર્મ રદ કરવામાં આવી રહ્યા છે.