મહારાષ્ટ્રના ગૃહરાજ્ય પ્રધાન અનિલ દેશમુખ પર લાગેલા 100 કરોડની વસુલીના આરોપીની હવે સીબીઆઈ તપાસ શરૂ કરશે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો. જોકે સીબીઆઈ તુરંત જ આ મામલે કેસ દાખલ નહી કરે પરંતુ તપાસ શરૂ કરશે.

બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે સીબીઆઈએ પ્રાથમિક તપાસ કરવી જોઈએ, જેમાં દરેકને સહકાર આપવો પડશે. રિપોર્ટ 15 દિવસની અંદર સીબીઆઈના ડિરેક્ટરને સોંપવામાં આવશે. જો ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધના કેસની પુષ્ટિ સીબીઆઈ રિપોર્ટમાં કરવામાં આવે તો સીબીઆઈ એફઆઈઆર દાખલ કરશે.
શું હતો 100 કરોડ રૂપિયાની વસૂલાતનો વિવાદ?
તમને જણાવી દઈએ કે જ્યારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહની બદલી થઈ હતી. ત્યારબાદ તેમણે એક પત્ર લખીને દાવો કર્યો હતો કે સચિન વાઝેને અનિલ દેશમુખે મુંબઈમાંથી મહીને 100 કરોડ રૂપિયા વસૂલવાનો ટાર્ગેટ આપ્યો છે. પરમબીરસિંહે અનિલ દેશમુખ ઉપર પણ ઘણા આક્ષેપો કર્યા હતા.
આ કેસમાં પરમબીરસિંહે સૌથી પહેલાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે પરમબીરસિંહને પહેલા હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. આ બાદ પરમબીરસિંહે અને અન્ય લોકોએ અનિલ દેશમુખ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરીને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દ્વારા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા. વળી એનસીપીના પ્રમુખ શરદ પવારે અનિલ દેશમુખના રાજીનામાની વાત પણ નકારી કાઢી હતી. હવે હાઈકોર્ટના આ મોટા ચૂકાદા બાદ અનીલ દેશમુખ અને મહારાષ્ટ્રના માથે લટકતી તલવાર જોવા મળી રહી છે. જોવું રહ્યું કે CBI આ બાબતે શું રીપોર્ટ રજુ કરશે.