હાઈકોર્ટે રૂપાણી સરકારની ઝાટકણી કાઢીને કહ્યું, પેશન્ટ કોઈ પણ વાહનમાં આવે, દાખલ કરવા જ પડશે, બધુ કાગળ પર છે કોઈ તૈયારી નથી

ગુજરાત હાઈકોર્ટમાં હાલ સુઓમોટોને લઈને સુનાવણી ચાલી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તેમણે રાજ્યમાં કોરોનાકાળમાં કેવી કામગીરી કરી, સરકારની શું તૈયારી છે તેને લઈને હાલ સુનાવણી ચાલી રહી છે. ત્યારે આ સુનાવણીમાં સિનિયર એડવોકેટ શાલીન મહેતાએ રાજ્યમાં 7થી 8 દિવસના લોકડાઉનની માગ કરી છે.તેમના જણાવ્યા પ્રમાણે વિશ્વના મોટા મોટા દેશોએ લોકડાઉનથી જ કોરોના પર અંકુશ મેળવ્યો છે. મહારાષ્ટ્રમાં પણ લોકડાઉનના કારણે કેસો ઘટી રહ્યા છે. ત્યારે આપણે પણ કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન એજ એક માત્ર હાલ પુરતો ઉપાય છે.

સાથે જ હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા કે, સરકારની ગાઈડલાઈન કરતા અલગ ગાઈડલાઈન ના હોવી જોઈએ. કોઈ વ્યક્તિ નજીકના ગામમાં રહેતું હોય તો કેમ અમદાવાદમાં સારવાર ના કરાવી શકે. તમે માત્ર ગુલાબી પિક્ચર બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. આ ગ્રાઉન્ડ રિયાલિટી નથી. સાથે જ હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા કે, દરેક હોસ્પિટલે બહાર બોર્ડ લાગવવું જોઈએ કે ત્યાં કેટલા બેડ ખાલી છે, કેટલા બેડ ઓક્સિજન છે અને કેટલા બેડ ફૂલ છે. સ્ટાફની અછત હોય તો ઇન્ટર્ન સ્ટુડન્ટસને બોલવવા આવે તેવું સરકારને hc એ નિર્દેશ આપ્યો.

હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો કે, હાલ 14000 થી વધુ કેસ છે આગામી દિવસમાં કેસ વધ્યા તો સરકાર શુ કરશે? સરકાર સ્વીકારે કે તમામ વસ્તુની અછત છે અને હોસ્પિટલ ફૂલ છે, તો હવે સરકાર શું કરશે. આ સાથે જ હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો કે, રેમડેસિવિરને લઈ સરકાર કહ્યું કે, જે દર્દીઓને 6 રેમડેસિવિરની જરૂર છે તેમને 6 ઇજેક્શન આપો, 3 ઇજેક્શન આપી બંધ ન કરો.

લોકડાઉન વિશે હાઈકોર્ટે સરકારને કહ્યું કે, લોકડાઉન એ નિરાકરણ નથી. અન્ય દેશ સાથે સરખામણી ન કરો. હવે આ મામલે વધુ સુનવણી મંગળવાર 4 મેના રોજ હાથ ધરવામાં આવશે.

રાજ્યમાં કોરોના અંગે સુઓમુટો પીઆઇએલ પર રાજય સરકારે કરેલા સોગંદનામા પર આજે હાઇકોર્ટમાં સૂનાવણી હાથ ધરી હતી. રાજ્ય સરકારે એફિડેવિટમાં દર્દીઓને સારવાર સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કર્યા હોવાનો દાવો કર્યો છે.

Related posts

ખેડૂત આંદોલન: ગાજીપુર બોર્ડર પર આજે ખેડુતોની મહાપંચાયત

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ, કુંભ મેળામાં જવું પડ્યું ભારે

Inside Media Network

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ કોરોનાથી સંક્રમિત, દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ

Inside Media Network

હળવદમા માતાએ 19 વર્ષની દીકરીને કિડની દાન કરીને દિકરીને નવજીવન આપ્યું

Inside Media Network

6 મનપાની મતગણતરી શરૂ,ભાવનગરમાં વોર્ડ નંબર 7 અને 11ની પેનલ પર ભાજપ આગળ

Inside Media Network

દેશમાં કોરોના કેસમાં ફરી ઉછાળો,વેક્સિનેશન પ્રક્રિયાને વેગ આપવા કેન્દ્રની સૂચના

Inside Media Network
Republic Gujarat