હોળી પ્રગટાવવાની મંજૂરી આપશે રાજ્ય સરકાર, પરંતુ ધૂળેટી માં રંગોત્સવ થશે નહિ
કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 1565 કોરોના કેસ નોંધાયા હતા. જે નવા વર્ષમાં સૌથી વધુ કેસ છે.તે કારણે સરકારે રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવાર ઉજવણી પર શરતી મંજૂરી આપી છે. જેમાં હોળી પ્રગટાવવા માટે માત્ર થોડી સંખ્યામાં જ લોકો હાજર રહી શકે તેની મંજૂરી આપી છે. જ્યારે ધૂળેટી પર રંગો ઉછાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.બીજી તરફ ગુજરાત સરકારે રવિવાર તારીખ 20મી માર્ચે પણ ગુજરાત ભરમાં આવેલા 2500થી વધુ કેન્દ્રોમાં કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે ગૃહમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે રવિવારે રસી-વેક્સિન આપવાની કામગીરી બંધ રાખવામાં આવે છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત રાજ્યમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગઈકાલે મુખ્યમંત્રી સાથેની કોર કમિટીની મીટિંગમાં નિર્ણય કરાયો હતો. તેમને કહ્યું કે ” મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે”

previous post