કોરોના બેકાબુ: મહારાષ્ટ્રના નાગપુર પછી હવે બીડ જિલ્લામાં લાગું થશે સંપૂર્ણ લોકડાઉન


કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકારની કડક ગાઈલાઈન હોવા છત્તા કેસમાં ઘટાડો થઇ રહ્યો નથી. કોરોના વાયરસનું સંકટ દેશમાં વધી રહ્યું છે, અને હવે મહારાષ્ટ્રમાં તેનું સૌથી વધુ અસર દેખાઈ રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે. રાજ્યના બીડ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જિલ્લામાં કોરોના વાયરસના વધતા મામલાઓને કારણે પ્રશાસને લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

બીડ જિલ્લામાં 26 માર્ચથી લઈને 4 એપ્રિલ સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન લાગું રહેશે. આ દરમ્યાન તમામ પ્રકારના બાઝાર, સ્કૂલ અને અન્ય સંસ્થાન પણ સંપૂર્ણ રીતે બધ રહેશે.અને લોકોને બહાર નિકળવા પર રોક લાગશે. જોકે અત્યંત જરૂરી કાર્ય પર જવા માટે છૂટ-છાટ આપી છે, બીડ જિલ્લા પહેલા મહારાષ્ટ્રના નાગપુરમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ સિવાય નાસિક-ઠાણે-પુણે જેવા વિસ્તારોમાં પહેલેથીજ નાઈટ કર્ફયુ અથવા અન્ય સખ્ત પગલાં ઉઠાવવામાં આવ્યા છે.

કેસ ત્રણ હજારની નજીક પહોંચી સક્રિય ગયા કેસ

નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં કોરોના કેસને કારણે લોકડાઉન અને નાઇટ કર્ફ્યુની ઘોષણા થઈ ચૂકી છે.હવે તેમાં બીડનું નામ પણ જોડવામાં આવ્યું છે.બીડમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસોમાં અચાનક વધારો થયો છે અને જિલ્લામાં સક્રિય કેસની સંખ્યા ફરી ત્રણ હજારને વટાવી ગઈ છે, આ જ કારણ છે કે હવે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

Related posts

કોરોનામાં તંગી વચ્ચે હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક, અત્યાર સુધીમાં 22 દર્દીના મોત

Inside Media Network

દિલ્હી: આઈએમએ યોગગુરુ બાબા રામદેવ સામે મોરચો ખોલ્યો, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

કોરોનાની ચોથી લહેર: આજે દિલ્હીમાં 3583 કેસ નોંધાયા, કેજરીવાલે કહ્યું – ચિંતા કરવાની જરૂર નથી

પાકિસ્તાનમાં અભિવ્યક્તિની આઝાદી પર પ્રહાર, FB, WhatsApp અને Twitter સહિતના આ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

Inside Media Network

અક્ષય કુમાર કોરોનાથી સાજા થયા બાદ ઘરે પરત ફર્યા, પત્ની ટ્વિંકલે પોસ્ટ કરી આપી માહિતી

Inside Media Network

ઓક્સિજનના અભાવ અંગે પીએમ મોદીની બેઠક, કહ્યું- ખૂબ ઝડપથી કામ કરવાની જરૂર છે

Inside Media Network
Republic Gujarat