ખાનગી હોસ્પિટલોમાં ખૂટી રહ્યો છે ઓક્સિજન જથ્થો, ઓક્સિજન નહિ મળે તો મરી જશે 22 દર્દીઓ

અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા દર્દીઓના જીવ પર જોખમ ઉભું થયું છે. શહેરની શિફા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓક્સિજન વગર દર્દીઓની હાલત ખૂબ કફોડી બની છે. અહીં કુલ 28 દર્દીઓ પૈકી 22 દર્દીઓ ક્રિટીકલ છે. 4 દર્દીઓ વેન્ટિલેટર પર તો 6 દર્દીઓ બાયપેપ પર સારવાર હેઠળ છે. ઓક્સિજન વગર દર્દીઓનો જીવ જઇ શકે તેવો હોસ્પિટલના સ્ટાફમાં ભયનો માહોલ ફેલાયો છે.

સરકાર ભલે સબ સલામતના દાવા કરતી હોય. પરંતુ ચારે તરફથી ઉઠી રહેલી ફરિયાદો અને સ્મશાનોમાં પડેલા મૃતદેહો પોકારી પોકારીને કહે છે પરિસ્થિતિ બહુ જ ગંભીર છે. ઓક્સિજનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે તેવું દાવા કરતું કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ આ વીડિયો થકી થઈ રહ્યાં છે.

હોસ્પિટલના સંચાલકે ઓક્સિજન સપ્લાયની મદદ માટે ગુહાર લગાવી છે. ઓક્સિજન વગર દર્દીઓનો જીવ જઇ શકે છે તેવો ડર પણ સંચાલકોએ વ્યક્ત કર્યો છે. ઓક્સિજનની અછતને કારણે કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

તો બીજી તરફ, રાજ્યમાં વધતા કોરોનાં સંક્રમણને લઇને કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતની મુલાકાતે આવનાર છે. ડૉક્ટર રણદીપ ગુલેરીયા અને તેમની ટીમ સાથે ગુજરાતનાં આરોગ્ય વિભાગના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી છે. આજે મોડી રાત્રે અથવા આવતી કાલે આવશે કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમ ગુજરાત આવશે. ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર ટીમ જઈને કોરોનાની સંક્રમણની સ્થિતીનું નિરીક્ષણ કરશે.

Related posts

eleven Most readily useful 100 % free Relationship Applications & Websites Critiques 2021

Inside User

11 grand Home and Away spoilers getting a few weeks

Inside User

Levofloxacin A Buon Mercato In Sicilia

Inside User

To find property with lower income is possible

Inside User

Disposition pour voit: Comment l’amour deguerpis i  tous les algorithmes

Inside User

રેલવે યાત્રિકો માટે અનોખી ભેટ

Inside Media Network
Republic Gujarat