ચૂંટણી પૂર્ણ થતાં જ પોલીસે દંડ વસૂલવાનું કર્યું શરૂ

  • હવે માસ્ક પેહરજો નહીતો દંડાશો..
  • ચૂંટણી પૂર્ણ થતાંજ પોલીસે દંડ વસૂલવાનું કર્યું શરૂ
  • અમદાવાદમાં એક જ દિવસમાં 63 લોકોને ફટકાર્યો દંડ

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ ચૂંટણી દરમિયાન રાજકીય રેલી અને સભાઓમાં કોરોના તો સાવ ભુલાઈ જ ગયો હતો. લોકોના ટોળે ટોળા જોવા મળતા હતા. જેમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ જાહેરનામાનું પાલન કર્યું નહતું..આ દરમિયાન પોલીસએ પણ જાણે છૂટ છાટ આપી હોય તેમ જ હતું . તેમણે માસ્ક વિનાના અને ડિસ્ટન્સ નહીં જાળવનારા લોકોને દંડવાનું જ બંધ કરી દીધું હતું., છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસે ચૂંટણી પૂરી થતાંની સાથે જ માસ્ક નહીં પહેરનારા લોકોને દંડવાનું કામ શરૂ કરી દીધું ..

કોરોનાને અટકાવા માટે બનાયેલા નિયમનો ભંગ કરનાર સામે 1000રૂપિયાનો દંડ વસુલતા હતા..પરંતુ ચૂંટણી દરમિયાન આ દંડ કરવામાં આવતો જ નહતો. પરંતુ ચૂંટણી પુરી થતા જ માસ્ક નહીં પહેરનાર સામે આ દંડ વસૂલવાનું શરૂ કર્યું છે..એક સમયે દિવસના લાખથી વધુ દંડ વસૂલતી પોલીસ મહાનગરપાલિકાની ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાથી દંડ વસૂલવાની કાર્યવાહી જાણે બંધ જ કરી દીધી હતી. ..ચૂંટણી પૂર્ણ થયાના બીજા જ દિવસેજ 63 લોકોને માસ્ક વગર ફરતા ઝડપી પાડયા હતા. તેમની પાસેથી પોલીસે કુલ 63 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.

મતદાન અગાઉના ત્રણ દિવસ દરમિયાન માસ્ક નહીં પહેરનાર રોજના સરેરાસ 300 લોકો સામે પોલીસે દંડ વસુલવાની કાર્યવાહી કરી હતી. હવે ચૂંટણી પૂરી થતાં જ પોલીસ ફરી વખત દંડ વસૂલવાની કામગીરી શરૂ કરી છે. જોકે આગામી રવિવારે પંચાયતોની ચૂંટણી હોવાથી શહેર પોલીસના અનેક કર્મચારી ચૂંટણીના બંદોબસ્તમાં જશે જેથી હજુ આગામી સોમવાર સુધી દંડ વસૂલાતની કામગીરીની ગતિ થોડી ધીમી રહેશે..

પોલીસ અધિકારીના સૂત્રોએ જણવ્યું હતું કે લોકો માસ્ક પહેરવાના મામલે બેદરકારી વધી રહી છે..જેથી કોરોનાની સ્થિતિ વકરે તેવી સંભાવના છે..આગામી દિવસોમાં પોલીસ કડક કાર્યવાહી શરૂ કરી શકે છે જો લોકો માસ્ક અને જાહેરમાં થુંકવા પર તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે..

Related posts

Et ce, quel represente the best site de bagarre lesbienne de 2023 ?

Inside User

He supported once the each other good battalion and regimental commander for the treat

Inside User

Immediately I am extremely experiencing the see regarding my personal 2nd floors, kitchen/living room area windows

Inside User

Vardenafil + Dapoxetine di marca senza ricetta

Inside User

U. a. ist und bleibt dies schwer, das Balance unter den Partnern

Inside User

સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટેલમાંથી મળ્યો મૃતદેહ

Inside Media Network
Republic Gujarat