ભલભલાને હચમચાવી દે તેવી ઘટના અમદાવાદમાં બની છે. આ પ્રકરણમાં અમદાવાદમાં ચાલતું એમડી ડ્રગ્સ કનેક્શન સામે આવી રહ્યું છે. જેમાં બહેરામપુરા વિસ્તારમાં એકલા રહેતા સિનિયર સિટીઝનને રાતે 3 વાગે દરવાજો ખખડાવીને આંખમાં મરચું નાખી લૂંટી ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો. 14 વર્ષીય સગીરે ડ્રગ્સ માટે રૂપિયા ન હોવાના કારણે મિત્રો સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાનમાં તેઓ એ કોઈ ક્રાઇમ થ્રિલર શૉ જોઈને બનવ્યો હોવાનું ક્રાઇમ બ્રાન્ચનું માનવું છે. ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક ચૌહાણ, જયેશ જાદવ, સુનિલ ચૌહાણ નામના આરોપીઓને ઝડપી લીધા છે. આ તમામ એમ ડી ડ્રગ્સના બંધાણી હતા પરંતુ રૂપિયા ન હોવાના કારણે, તેઓએ આ લૂંટ ચલાવી હતી.
પકડાયેલા ચાર વ્યક્તિ આરોપીઓ નથી, પરંતુ 14 વર્ષનો સગીર છે. ક્રાઇમ બ્રાન્ચને માત્ર એટલી ખબર હતી કે, દરવાજો ખખડાવનાર જેફ અંકલ બોલતો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે આસપાસના લોકોની તપાસ કરી તો 14 વર્ષના સગીર વિશે તેમને માહિતી મળી હતી.
બનાવના આગલા દિવસે સાંજે બધા ભેગા થયા અને મરચાંની ભૂકી અને સેલોટેપ ખરીદી હતી. બધા ભેગા થયા અને જેફ અંકલની સુવાની રાહ જોતા હતા. જે માટે તેઓ ઘરની આસપાસ જ રેકી કરી રહ્યા હતા. રાતે જેફ અંકલ સૂવા ગયા કે તરત જ તે સગીરે ઈશારો કર્યા બાદ, બેલ વગાડ્યો હતો. ત્યાર બાદ આ વૃદ્ધે જેવો દરવાજો ખોલ્યો કે બધા મિત્રો ઘરમાં ઘૂસી ગયા એકે આંખમાં મરચાંની ભૂકી નાખી અને બીજાએ મોં અને હાથ પર સેલોટેપ બાંધી હતી.થોડીવારમાં તેઓ ઘરમાં કિંમતી વસ્તુઓ શોધવા લાગ્યા પણ બહુ કિંમતી મુદ્દામાલ ન મળતા તેઓ છેલ્લે ઘરમાંથી ટીવી પણ લઈ ગયા. આ સમગ્ર બાબત જાણીને હાલ પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથધરી હતી.