અમદાવાદ શહેરમાં કોરોના નિયમોના કડક પાલન સાથે જગતના નાથ નગરચર્યાએ નિકળ્યા. ખલાસી ભાઈઓ અને પોલીસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના ત્રણેય રથને ફૂલ સ્પીડમાં અમદાવાદના રાજમાર્ગો પર દોડાવ્યા. અમદાવાદમાં ભગવાનની 144મી રથયાત્રા ખરા અર્થમાં ઐતિહાસિક બની રહી. કોરોના કાળમાં કર્ફ્યૂના એલાનને અમદાવાદના ગીચ એવી પોળ વિસ્તારના લોકોએ જડબેસલાક સમર્થન આપ્યું.
માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. સીએમ અને ડે. સીએમ હાલ રથ પાસે હાજર રહ્યા હતા. રથયાત્રા સવારે 4 વાગે મંગળા આરતીથી શરૂ થઈ હતી. અમદાવાદની રથયાત્રા ઈતિહાસમાં પ્રથમ વખત ભક્તો વગર નિકળી હતી. બીજી તરફ 14 કલાકની નગર યાત્રાનું 22 કિમીનું અંતર માત્ર 4 કલાકમાં ઝડપથી પૂર્ણ કરીને નિજ મંદિરે પરત આવી ગયા છે.
આ વખતની રથયાત્રામાં ભક્તોમાં પ્રસાદ વિતરણ પર રોક હતી જો કે કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે ભગવાનનાં આશિર્વાદ તરીકે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ ભગવાનનાં રથને માસ્ક પહેરાવવામાં આવ્યું હતું. સંદેશ સ્પષ્ટ હતો કે કોરોનાની કડક ગાઈડ લાઈન મુજબ જ રથયાત્રા યોજવી અને 23 હજાર પોલીસ કર્મીઓનાં પહેરા વચ્ચે જગતનાં નાથ જગન્નાથની રથયાત્રા આખરે સંપન્ન થઈ હતી.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તો વિના જ શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે..ખાસ કરીને સવારે સાત વાગ્યે સીએમ રૂપાણીએ પહિંદવિધિ અને રથ ખેંચીને રથનું પ્રસ્થાન કરાવ્યુ હતુ..અને શહેરના 19 કિલોમીટરનો રૂટ કાપીને 10 મિનિટ મોસાળ સરસપુરમાં રોકાણ કરીને 10 કલાક 48 મિનિટે નાથનો રથ જગન્નાથ મંદિરના પટાંગણમાં પરત ફર્યો હતો..જોકે આજે રાતભર ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રજી રથમાં રોકાશે..અને આવતીકાલે સવારે આરતી બાદ ત્રણેય મૂર્તિઓને વિધિવત મંદિરમાં સ્થાપિત કરાશે.
