15 માર્ચથી લેવાશે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા

ગુજરાતમાં તબક્કાવાર શાળા-કોલેજો શરૂ થઇ રહી છે, ત્યારે કોરોનાની સ્થિતિમાં સુધારો થવાની સાથે સાથે પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી શકે છે.ત્યારે પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, 15 માર્ચથી ધોરણ3 થી 8ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા લેવામાં આવશે..જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલોમાં રૂબરૂ આવી કલાસરૂમમાં જ પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાર્થીઓના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત આપવાની રહેશે

સાથે સાથે રાજયમાં સ્કૂલોમાં ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.. તેમજ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની ઓફફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું અને હવે બાકીના વર્ગો પણ શરૂ કરવા સરકાર વિચારણા કરી રહી છે..ત્યારે રાજ્ય સરકારદ્વારા પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય 15 માર્ચથી ધોરણ 3થી 8ની પ્રથમ સત્રની પરીક્ષા જાહેર કરી છે તેથી તમામ સ્કૂલો ખુલશે તે નક્કી છે. જેમાં વિદ્યાર્થીઓને શાળાએ જઈને પરીક્ષા આપવી પડશે.

 

તમામ શાળાનું પ્રશ્નપત્ર એકસરખું રાખવામાં આવશે

15 માર્ચથી લેવાશે ધોરણ3 થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા

પ્રથમ સત્રની પરીક્ષા ફરજિયાત આપવાની રહેશે

 

રાજ્યની જિલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 3થી ધોરણ 8માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે..15 માર્ચથી પ્રથમ સત્રની કસોટી લેવાની છે તે સૂચના ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજ્યના તમામ ડીઈઓ અને ડીપીઓ તથા કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને આપવામાં આવી છે..15 માર્ચથી શરૂ થતી પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે..ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયની સમાન પરીક્ષા લેવાની રહેશે જેમાં તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામાં આવશે અને પરીક્ષા બાદ મૂલ્યાંકન પણ કોમન થશે. જયારે બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો પોતાની રીતે લઈ શકશે..

કોરોના મહામારીના 9 મહિના બાદ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થઈ હતી,. તમામ વિદ્યાર્થીઓએ સરકારની ગાઈડલાઇનનુ પાલન કર્યું હતું.. સ્કૂલમાં વિદ્યાર્થીઓને થર્મલગનથી ચેકિંગ અને સેનિટાઈઝ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો..ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા..કોરોનાનના ડર વચ્ચે 9 મહિના બાદ શાળાનો ગણવેશ પહેરી શાળામાં આવેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

Related posts

રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી ટાણે મોટું ભંગાણ, મહામંત્રીનું રાજીનામું

Inside Media Network

ગુજરાત 6 મહાનગરપાલિકાની ચૂંટણીની જંગ શરુ

Inside Media Network

ગુજરાત વિધાનસભા: લવ જેહાદનો કડક કાયદો, લોહીના સબંધ ધરાવનાર પણ કરી શકશે ફરિયાદ

તબક્કાવાર મતદાન પ્રક્રિયા સામે મમતાએ વાંધો ઊઠાવ્યો, કહ્યું આમાં ફાયદો કોનો છે?

Inside Media Network

પેટ્રોલનો ભાવ રૂ.100 થશે તો પંપ માલિકોની મુશ્કેલી વધશે, પેટ્રોલિયમ કંપનીને કરી આ રજૂઆત

Inside Media Network

કોરોના હારશે, ગુજરાત જીતશે: CM રૂપાણીએ કપરા સમયમાં કોરોના વોરિયર્સની કામગીરી બિરદાવી

Inside Media Network
Republic Gujarat