કોરોના વાયરસની નવી લહેર હવે કહેર બનીને તૂટી પડી છે. છેલ્લા તમામ રેકોર્ડ તોડીને બુધવારે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક સવા લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 685 લોકોએ જીવ ગુમાવ્યા છે. અને 59 હજાર 129 લોકો સાજા થયા હતા. આ સાથે, હવે કોરોના સંક્રમિતોની સંખ્યા 1.29 લાખને પાર થઈ ગઈ છે. તેમાંથી 1.18 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1.66 લાખ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 9 લાખ 5 હજાર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,26,789 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,29,28,574 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,18,51,393 લોકો રિકવર થયા છે. જ્યારે 9,10,319 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 685 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાથી દેશમાં કુલ મૃત્યુઆંક 16,68,62 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 9,01,98,673 લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા ચાર દિવસમાં આવું ત્રીજીવાર બન્યું છે કે દેશમાં એક જ દિવસમાં નવા કેસનો આંકડો એક લાખ પાર ગયો છે. આ અગાઉ મંગળવારે 1.15 લાખ કેસ આવ્યા હતા. એટલે કે બે દિવસમાં જ કેસ 2.40 લાખ વધી ગયા.
દિલ્હી-મહારાષ્ટ્રની ખરાબ હાલત
દિલ્હીની પણ આ સ્થિતિ છે. જ્યાં એક દિવસમાં પાંચ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. બુધવારે 5,506 નવા કેસ દિલ્હીમાં નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 6,023, કર્ણાટકમાં 6,976 કેસ નોંધાયા છે. સૌથી મોટી ચિંતા એ છે કે દેશમાં સક્રિય કેસની સંખ્યા 9 લાખને વટાવી ગઈ છે. જે એક મહિના પહેલા લગભગ એક લાખ જેટલા સક્રિય કેસ છોડી દીધા હતા. કોરોનાના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં કડક પ્રતિબંધ, આંશિક લોકડાઉન અને નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યા છે.
રાયપુર- છિંદવાડામાં સંપૂર્ણ લોકડાઉન
છત્તીસગઠની રાજધાની રાયપુરમાં 9 એપ્રિલથી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તે જ સમયે, મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં લોકડાઉન લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વળી, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, કર્ણાટક સહિતના અનેક રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સવારે 10 થી સવારે 5 વાગ્યા સુધી લાગુ કરવામાં આવ્યો છે.
પીએમ મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે
દેશમાં કોરોનાના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. કોરોનાની સમીક્ષા કર્યા પછી, પીએમ મોદી પણ કંઈક મોટું જાહેર કરી શકે છે. જો કે, કેન્દ્ર સરકારે કહ્યું કે, આગામી 4 થી 5 અઠવાડિયા કોરોના માટે મોટો પડકાર છે. આવી સ્થિતિમાં, કોરોના ચેઇનને તોડવા માટે તમારા બધાના સહકારની જરૂર છે.
