રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન બાદ આજે માત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી છે. ઓછા મતદાન બાદ મત ગણતરીનો પ્રારંભ થઈ ચુક્યો છે.ત્યારે સૌ પ્રથમ સુરતમાં મત ગણતરી શરૂ કરવમાં આવી છે. મહાનગરપાલિકાની મતગણતરીના શરૂઆતી ટ્રેન્ડમાં 84માં ભાજપ આગળ જોવા મળી રહી છે.તો બીજી તરફ અમદાવાદ,રાજકોટ જામનગર સહિતની 15 બેઠકો પર કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે.જયારે હજુ આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું હોય તેવું જોવા મળી રહ્યું નથી.
અમદાવાદ,સુરત વડોદરા, રાજકોટ,ભાવનગર તેમજ જામનગર મહાનગરપાલિકાનું સરેરાશ મતદાન 46 ટકા જોવા મળ્યું હતું.જેની મત ગણતરી આજે હાથધરાવમાં આવી રહી છે.6 મહાનગરપાલિકામાં કુલ 144 વોર્ડના 576 બેઠકો માટે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગણી રસાકસી જોવા મળી રહી છે.જેમાં 6 મહાનગરપાલિકાના ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના કુલ 144 બેઠકો વચ્ચે મહાનગરપાલિકાના પ્રજાના પ્રતિનિધિનો જંગ જમવાનો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.
ત્યારે રાજકોટમાં ભાજપને પહેલી જીત મળી છે. સુરતમાં સૌ પ્રથમ EVMની મતગણતરી શરૂ થઈ છે. ભાવનગરમાં વોર્ડ નંબર 7 અને 11ની પેનલ પર ભાજપ આગળ જામનગરમાં વોર્ડ નંબરની પેનલના ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.