રાજયમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થતા કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે.રાજયની 6 મહાનગરપાલિકામાં કોંગ્રેસ જીત જોવા મળી નથી.આથી કોંગ્રેસ પ્રમુખે રાજીનામાં આપ્યાની વાત સ્સામે આવી રહી છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ હવે વિપક્ષની હરોળમાં જોવા મળી રહી છે.આમ, આદમી પાર્ટીનું સુરતમાં સારું પ્રદર્શન જોવા મળ્યું છે.રાજય દિવસે દિવસે કોંગ્રેસની પરિસ્થતિ નબળી થતી જોવા મળી રહી છે.આમ ભાજપની જીત થવાના કારણે કોંગ્રેસના આમદાવાદ,રાજકોટ, તેમજ સુરતના પ્રમુખોએ રાજીનામાં આપ્યા છે.
ભાવનગર શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું
ભાવનગરમાં કોંગ્રેસના કારમાં પરાજય બાદ ભાવનગર શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. તેમજ તેમણે હારની જવાબદરી સ્વીકારીને કહ્યું હતું કે મતદારોના નિર્ણયને આવકરતા કહ્યું હતું,કે અને આ પરિણામ અનિચ્છનીય પરિણામથી દુઃખની લાગણી અનુભવું છું. આમ,ભાવનગરમાં મહાનગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી છે.ભાજપને ટ્રેન્ડમાં બહુમતી જોવા મળી હતી.માત્ર વોર્ડ નંબર 5ને બાદ કરતા આંય તમામ બેઠકો પર ભાજપે જીત મળેવી હતી.તેમજ ભાવનગરમાં વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસે વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો . વોર્ડ નં. 1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા થયા છે.
સુરતમાં બાબુભાઇ રાયકાએ પણ આપ્યું રાજીનામું
સુરતમાં પણ કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ રાયકાએ તેમના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામુ.સુરત કોંગ્રેસ પ્રમુખે પત્ર લખીને જણાવ્યું છે કે આમને સુરતની જનતાન જનાદેશનો સ્વીકાર છે અને હું સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુ આપું છું
અમદાવાદના કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલે આપ્યું રાજીનામુ
સમગ્ર ગુજરાતમાં કોંગ્રસને મોટા પ્રમાણમાં હાર મળી છે.ત્યારે અમદાવાદમાં કોંગ્રેસને ગતવર્ષ કરતા ઘટના ઓછા પ્રમાણમાં બેઠકો પર વિજય મળ્યો છે.મદાવાદમાં કોંગ્રેસમાં ભારે હોબાળો થયો હતો. કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી. ખુદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રદેશ પ્રમુખના હાથમાં રાજીનામું આપી દીધું હતું.