1માર્ચથી વિધાનસભા બજેટસત્રની શરૂઆત થશે
3 માર્ચે રાજ્યનું બજેટ રજૂ થશે
9મી વખત નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે
કોરોના કાળમાં આગામી 1 માર્ચથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે.બજેટ સત્રમાં કોરોનાના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે,3 માર્ચના રોજ નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરશે.જોકે વિધાનસભા ગૃહમાં આવનારા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવાનો રહેશે.ધારાસભ્યો ,મંત્રીઓ ,મંત્રીઓના સ્ટાફ,સંબંધિત વિભાગના અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પત્રકારો સહિતના લોકોને કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે.
નાણામંત્રી તરીકે નીતિન પટેલ સતત 9મી વખત ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરશે.જોકે આ વખતે રાજ્ય સરકાર અને વિધાનસભા સચિવાલય એક નવી પહેલ કરી રહ્યું છે.નાણા મંત્રીનું બજેટ દરેક વ્યક્તિ ઘરે બેઠા બેઠા ઓનલાઇન એપ્લિકેશન મારફતે જોઈ શકે અને લાઈવ પ્રસારણ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કોઈપણ પ્રવાસીઓ,મુલાકાતીઓને વિધાનસભામાં પ્રવેશ આપવામાં આવશે નહીં સાથે વિધાનસભામાં ધારાસભ્યોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવાની વ્ય્વસ્થા કરવામાં આવી છે.વિધાનસભામાંથી મળતી માહિતીના અનુસાર 180 ધારાસભ્યો પૈકી 120 ધારાસભ્યોને ગૃહની અંદર બેસશે જયારે બાકીના 60 ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે .પ્રેક્ષક ગેલેરીમાં સામાન્ય રીતે બેઠક વ્યવસ્થા આરામદાયક ન હોવાથી ,જોકે ગતસત્રમાં ધારાસભ્યોને પડેલી અગવડતાઓને ધ્યાનમાં રાખી વિધાનસભા અધ્યક્ષ દ્વારા બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો,જેમાં ધારાસભ્યો આરામથી બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.