- રન-વે રીકાર્પેટીંગની કામગીરી માત્ર 75 દિવસમાં પૂર્ણ
#ADANI સમૂહ દ્વારા સંચાલિત #AHMEDABADના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકમાં સાડા ત્રણ કિ.મી. લાંબા રનવેના રીકાર્પેટીંગની કામગીરી માત્ર 75 દિવસના વિક્રમજનક ગાળામાં પૂર્ણ કરી છે. આ સમયગાળો ભારતના સમગ્ર બ્રાઉન ફિલ્ડ રનવેમાં સર્વશ્રેષ્ઠ છે .
અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથક કોવિડના સમય પૂર્વે દરરોજની 200 ફ્લાઇટની અવરજવરથી ધમધમતું ગુજરાતનું સૌથી વ્યસ્ત મથક છે. નિયત ફ્લાઇટ્સના સમયપત્રકને અસર કર્યા વિના રનવેના રીકાર્પેટીંગની કામગીરી ફક્ત નવ કલાકના ‘ નોટમ ‘ ( નોટીસ ટુ એરમેન ) નો ઉપયોગ કરી માળખાકીય ક્ષેત્રમાં કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા અદાણી ઉદ્યોગ સમૂહની અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.એ પડકારને ઝીલી લઇ હલ કર્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણતાને આરે લઇ જવા માટે માત્ર 75 દિવસ કંપનીએ લીધા હતા. દિવસના બાકીના 15 કલાક દરમિયાન સરેરાશ રોજની 160 ફ્લાઇટ્સ માટે સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ રનવે ખુલ્લો રાખવામાં આવ્યો હતો.
- રનવે માટે 200 કિ.મી.ના રોડની લગોલગ જથ્થામાં ડામર પાથરવામાં આવ્યો
આ રનવે માટે 200 કિ.મી.ના રોડમાં વપરાય તેટલો ડામર પાથરવામાં આવ્યો છે જ્યારે 40 માળની ઇમારતમાં વપરાય તેટલી કોંક્રીટનો ડ્રેનેજ સિસ્ટમ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. અગાઉ 10 નવેમ્બર 2021 થી શરુ થયેલા આ પ્રોજેક્ટ માટે કામકાજના 200 દિવસનું આયોજન હતું પરંતુ કંપનીની માળખાકીય કામકાજના અનુભવની ક્ષમતા અને તેમાં નિસ્તર સુધારા કરવાના પ્રયાસો તેમજ પ્રવાસી જનતાને હાલાકી ઓછી પડે તે બાબતને ટોચની અગ્રતા આપીને અદાણી સમૂહે તેના 200 દિવસના લક્ષ્યને ઘટાડી સંસાધનોમાં ઉમેરો કરી અડધાથી પણ ઓછા 90 દિવસ કર્યા હતા.
કંપનીના આ પ્રયાસોમાં સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકની ઉત્સાહી 600 ઉદ્યમી કર્મચારીઓની ટીમનો જુસ્સો અને 200 જેટલા અત્યાધુનિક સાધનોના ઉપયોગથી આ પડકારજનક કામગીરી ફક્ત 75 દિવસમાં પહોંચી હતી. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકના રનવેના રીકાર્પેટીંગની વિક્રમરુપ કામગીરીનું અદકેરું મહત્વ એટલા માટે છે કે ભારતના મુંબઇ કોચી, નવી દિલ્હી, બેંગાલુરુ અને હૈદ્રાબાદ બ્રાઉન ફિલ્ડ એરપોર્ટ વધારાના રનવે હાથ વગો હોવાથી તેઓ પાસે વધુ સમય ઉપલબ્ધ રહે છે.