અમદાવાદના નરોડામાં એક પરિવારે કોરોના મહામારીમાં પોતાના ઘરનો મોભી ગુમાવ્યો, હજી પરિવાર પોતાના પરિવારનું સદસ્ય ગુમાવ્યાના દુ:ખમાંથી ઉભર્યો નહોતો ત્યાં કોરોનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના મોટા ભાઈએ ધી યૂનિયન કો-ઓપરેટિવ બેંક નરોડાના જનરલ મેનેજર અને કર્મચારીઓ સાથે મળીને નાના ભાઈના પરિવાર સાથે કૌભાંડ આચર્યું છે.
- જનરલ મેનેજર કેતન પટેલે ફરિયાદી પરિવારને ધમકી આપી ફરીયાદ પાછી લેવા દબાણ કર્યું
- જૂની તારીખની ફરિયાદ પાછી લેવાની અરજીઓ પર સહી કરવા દબાણ
ધી યૂનિયન કો-ઓપરેટિવ બેંક નરોડાના જનરલ મેનેજર કેતન પટેલ અને કર્મચારી નટુ પટેલે કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના મોટા ભાઈ સાથે મળીને કોઈ પણ પુરાવા વગર બન્ને ભાઈઓનું જોઈંટ એકાઉન્ટ બંધ કરી નાખ્યું અને પોતાનું કમિશન લઈને RBIના નિયમોની ઐસી તૈસી કરી નાખી અને ૧ લાખ ૪૫ હજાર જેટલી રકમ મોટા ભાઈના એકાઉન્ટમાં જમા કરી દીધી.

સમગ્ર મામલે જ્યારે મૃતકના પરિવારે બેંકનો સંપર્ક કર્યો તો પરિવારને ખોટી રીતે પરેશાન કરવામાં આવ્યો અને કર્મચારીઓ દ્વારા ધમકી આપવામાં આવી, જ્યારે પરિવારે સમગ્ર મામલાને લઈને પોલીસ અને કલેક્ટર ઓફિસમાં અરજી કરી અને આની જાણ બેંકના જનરલ મેનેજર કેતન પટેલને થતાં પરિવારને બેંકમાં બોલાવી ધમકાવ્યા અને સાથે જુની તારીખોમાં સમાધાન કરી ફરિયાદ પાછી લેવાઈ હોવાની અરજીઓ પર સહી કરી આપવા ધમકીઓ આપવામાં આવી, અને જ્યારે કેતન પટેલે પરિવારને ધમકી આપવા બેંકમાં બોલાવ્યા ત્યારે પરિવાર સાથે છેતકપિંડી કરનાર કેતન પટેલ, નટુ પટેલ અને પિડીત પરિવારના મોટા ભાઈ ત્યાંજ હાજર હતાં
સમગ્ર મામલામાં બેંકના ચેરમેને પોતાની પહોંચ બતાવીને સમગ્ર ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો અને પરિવારને આશ્વાસન આપી પોતાના કર્મચારી અને તેમના ઈશારે અનેક કૌભાંડો આચરનારા કેતન પટેલ અને નટુ પટેલને બચાવવાનો પ્રયાસ કર્યો છે.