BJP Foundation Day 2021: “ભાજપ ચૂંટણી જીતવાનું મશીન નથી, દિલ જીતવાનું અભિયાન છે”: PM મોદી

કેન્દ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં સત્તા ચલાવનાર ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીના 41મા સ્થાપના દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બીજેપીના કાર્યકર્તાઓનું સંબોધન કર્યુ. દિલ્હીમાં બીજેપીના મુખ્યાલયમાં આજે એક મોટો કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતા કહ્યું હતું કે, “ભાજપના 41 વર્ષ સેવા કેવી રીતે કરી શકાય, પાર્ટી કાર્યકર્તાઓના બળ પર કેવી રીતે આગળ વધી શકે, તેના સાક્ષી છે. આજે દેશના દરેક રાજ્ય અને જિલ્લામાં ઘણી પેઢીઓએ પાર્ટી માટે કામ કર્યું છે.” પીએમ મોદીએ તેમના વિરોધીઓને જવાબ આપ્યો અને કહ્યું કે “ભાજપ માત્ર ચૂંટણી જીતવાનું મશીન નથી, ભાજપ દિલ જીતવાનું અભિયાન છે, તેથી જ આપણે દરેક સમુદાયનો ટેકો મેળવી રહ્યા છીએ.”

વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભાજપ સ્થાપના દિન પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે પાર્ટીની ગૌરવપૂર્ણ યાત્રાના 41 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ 41 વર્ષ સાક્ષી છે કે કોઈ પાર્ટી સેવા અને સમર્પણ સાથે કેવી રીતે કાર્ય કરી શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનની શક્તિ છે કે આપણે તેમનું સપનું પૂરું કરી શકયા. કલમ 370 હટાવીને કાસ્મીરને બંધારણીય અધિકાર આપી શક્યા. તેમણે કહ્યું કે ગત વર્ષ કોરોનાએ સમગ્ર દેશ સામે એક અભૂતપૂર્વ સંકટ ઊભું કરી દીધુ હતું. ત્યારે તમે બધા પોતાનું દુખ ભૂલાવીને દેશવાસીઓની સેવાઓમાં લાગેલા રહ્યા. તમે સેવા જ સંગઠનનો સંકલ્પ લીધો અને તે માટે કામ કર્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ગાંધીજી કહેતા હતા કે નિર્ણય અને યોજનાઓ એવી હોવી જોઈએ જે સમાજની છેલ્લી હરોળમાં ઊભેલા વ્યક્તિ સુધી લાભ પહોંચાડે. ગાંધીજીની તે મૂળ ભાવનાને ચરિતાર્થ કરવા માટે આપણે અથાગ પ્રયત્નો કર્યા છે.

દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણી વચ્ચે ભાજપનો 41મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. સ્થાપના દિવસને ધ્યાનમાં રાખીને બૂથ કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે અને રાજ્ય અને જિલ્લા કક્ષાએ વેબિનારો દ્વારા પક્ષના ગૌરવપૂર્ણ ઇતિહાસ, વિકાસ, વિચારધારા અને પ્રતિબદ્ધતાઓની ચર્ચા કરવામાં આવશે.

જન સંઘ માંથી ભાજપ
1951 માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય જન સંઘ તરીકે કરી હતી. ત્યાર બાદ 1977 માં જનતા પાર્ટીની રચના માટે અનેક પક્ષો સાથે ભળી ગયા. 1980 માં, જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી પરિષદે તેના સભ્યોને પક્ષ અને આરએસએસના ‘દ્વિ સભ્યો’ રહેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરિણામે, જનસંઘના ભૂતપૂર્વ સભ્યોએ પક્ષ છોડીને નવી રાજકીય પક્ષની રચના કરી. આ રીતે 6 એપ્રિલ 1980 ના રોજ ભાજપ અસ્તિત્વમાં આવી.

Related posts

50 કરોડથી વધુ ફેસબુક યુઝર્સનો ડેટા થયો લીક, ફોન નંબર સહિતની આ માહિતી સાર્વજનિક થઈ

અમિતાભ બચ્ચનને આ વિશેષ એવોર્ડથી થયા સન્માનિત, ક્રિસ્ટોફર નોલાનનો માન્યો આભાર

Inside Media Network

પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને કોરોના પોઝિટિવ , પ્રિયંકાને કરવામાં આવ્યા હોમ આઈસોલેટ

Inside Media Network

CM યોગીનો મહત્વનો નિર્ણય, કોઈ પણ ધાર્મિક સ્થળ પર 5થી વધુ લોકો એકઠા ન થાય, નિયમોનું પાલન કરવુ જ પડશે

Inside Media Network

મધ્યપ્રદેશમાં આઘાતજનક અકસ્માત: બાળકીને બચાવા 30 થી વધુ લોકો કૂવામાં કુદિયા, ચારનાં મોત નીપજ્યાં

સુશાંત સિંહ રાજપૂતની બાયોપિક પર પ્રતિબંધ લગાવવાની માંગ, દિલ્હી હાઈકોર્ટે નિર્માતાઓને નોટિસ મોકલી

Inside Media Network
Republic Gujarat