દેશમાં કોરોના સંક્રમણ વચ્ચે બુધવારે દેશમાં સીબીએસઈ બોર્ડની 10માની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 12માની પરીક્ષા ટાળવામાં આવી છે. પીએમ મોદીએ આ વિષય પર શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને શિક્ષણ મંત્રાલયના અન્ય અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક કરી હતી.
CBSE બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થવાની હતી અને 10 જૂન સુધી ચાલુ રહેવાની હતી. CBSEની આ બોર્ડ પરીક્ષાઓ 4 મેથી શરૂ થવાની હતી. 6 મેના રોજ, દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી પરીક્ષા લેવાની હતી.
દેશભરમાં કોરોના રોગચાળાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સીબીએસઈની 10 મી અને 12 મી પરીક્ષાઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 10 ની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 12 ની બોર્ડની પરીક્ષા હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા માપદંડના આધારે ધોરણ 10 નું પરિણામ તૈયાર કરવામાં આવશે. ધોરણ 12માં વર્ગની પરીક્ષાઓ પછીથી લેવામાં આવશે, બોર્ડ 1 જૂને પરિસ્થિતિની સમીક્ષા કરશે. શિક્ષણ મંત્રાલયે આ માહિતી આપી છે.
દેશમાં કોરોનાના વધતા કેસોને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગઈકાલે પરીક્ષાઓ રદ કરવા માગ કરી હતી. દેશમાં લગભગ 30 લાખ બાળકો સીબીએસઈની પરીક્ષાઓ આપવાના હતા. 10મા ધોરણના 18 લાખ વિદ્યાર્થીઓ અને 12માના 112 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા.
કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં 6 લાખ બાલકો સીબીએસઇની પરીક્ષા આપવાના છે. ઉપરાંત 1 લાખ શિક્ષકો પણ તેમાં ભાગ લેશે. આ પરીક્ષા મોટો હોટ સ્ટોપ બની શકે છે. મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે સીબીએસઇની પરીક્ષા રદ્દ કરવામાં આવે. જેના માટે કોઇ વિકલ્પ કાઢવો જોઇએ.
