CBSE શાળાઓનું શૈક્ષણિક સત્ર 1 એપ્રિલથી શરૂ થશે
કોરોના મહામારીના કારણે દરેક કાર્ય બંધ હતા ત્યારે બાળકોની શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી.છેલ્લા 11 મહિનાઓથી બાળકો ઘરે બેસીને ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. પરંતુ હવે કોરોનાની પરિસ્થતિ હળવી થતી જણાય રહી છે ત્યારે સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.દરેક ધોરણના બાળકોનું શિક્ષણ
કાર્ય હજુ પણ ઓનલાઈન ચાલી રહ્યું છે ત્યારે CBSE બોર્ડ દ્વારા આગામી 1 એપ્રિલથી શાળઓમાં શૈક્ષણિક સત્ર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.તેમજ શિક્ષણ મંત્રાલય અને CBSE 1 એપ્રિલ 2021 થી શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવા માટે ઉત્સુક છે.
આમ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ સિવાય દરેક ધોરણના બાળકોનું શિક્ષણ કાર્ય 1એપ્રિલ થી શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.તેમજ CBSEએ તેની સ્કૂલને ઓનલાઇન અભ્યાસ કરવા અને શાળા બંધ દરમિયાન વિદ્યાર્થીઓને થતી શૈક્ષણિક અભ્યાસ દરમ્યાન રહેલી ક્ષતિ શોધવા પણ જણાવ્યું હતું તેમજ નવા શૈક્ષણિક સત્રમાં અગાઉના વર્ષનો અધૂરી રહી ગયેલો અભ્યાસ પૂર્ણ કરવાની પણ વ્યવસ્થા CBSE બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
તેમજ કેન્દ્રીય વિદ્યાલય દેશભરના ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ શાળાઓમાં વર્ગ શરૂ કર્યો છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠને ઓક્ટોબર મહિનાથી તબક્કાવાર શાળાઓ શરૂ કરી છે.