શનિવારે વડોદરા શહેરમાં રાત્રે જાહેર સભા દરમિયાન બ્લડ પ્રેશર લો થઈ જતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચક્કર આવતા પડી ગયા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં ECG, 2D, બ્લ્ડ ટેસ્ટ સહિતના રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ કોરોનાનો RTPCR રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે સોમવારે સવારે પોઝિટિવ આવ્યો છે.
હાલમાં વિજય રૂપાણીને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. હાલ તેઓની પરિસ્થિતિ સ્થિર છે. કોઈ ચિંતા કરવા જેવું નથી. એવું યુએન મહેતા હોસ્પિટલના સત્તાધીશોએ સ્પષ્ટ કર્યું છે. મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણીયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાનો શિકાર થયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. જેમાં બેઠકમાં મુખ્યમંત્રી સાથે હાજર રહેલા સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા અને વિનોદ ચાવડા પણ સંક્રમિત થયા છે.