દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે જેમાં કોરોના સંક્રમણ સર્વોચ્ચ સ્તરે પહોચ્યું છે. વધી રહેલા કોરોના સંક્રમણની અસર હવે વિમાનયાત્રા પર પડી છે. કોરોનાને કારણે DGCA એ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે
ભારત સરકારના DGCA દ્વારા કોરોનાના વધતા જતા કેસો વચ્ચે હવાઈ મુસાફરો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે હવે બે કલાકથી ઓછી વિમાનયાત્રામાં યાત્રીઓને ભોજનની સુવિધા આપવામાં નહિ આવે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેર કરેલા જાહેરનામામાં એવું કહેવામાં આવ્યું છે કે ઘરેલું વિમાનયાત્રાની સેવા આપતી એરલાઇન્સ 2 કલાક કે તેથી વધુની ફ્લાઇટ માટે યાત્રીઓને ખોરાક નહિ આપી શકે.
મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું કે, આ પ્રતિબંધ ગુરૂવારથી લાગૂ થશે. પાછલા વર્ષે કોરોના વાયરસ લૉકડાઉન બાદ જ્યારે 25 મેથી ઘરેલૂ ઉડાન સેવાઓ શરૂ કરવામાં આવી હતી ત્યારે મંત્રાલયે કેટલીક શરતો હેઠળ વિમાનની અંદર ભોજન ઉપલબ્ધ કરાવવા એરલાઇનોને મંજૂરી આપી હતી.
પહેલાના આદેશમાં સુધાર કરતા મંત્રાલયે નવા નિર્દેશોમાં કહ્યું, ‘ઘરેલૂ ક્ષેત્રોમાં વિમાનોનું પરિચાલન કરી રહેલી એરલાઇન કંપનીઓ ઉડાન દરમિયાન ભોજન ઉપલબ્ધ કરાવી શકે છે જ્યાં વિમાનની સફર બે કલાકથી વધુ હોય.’ મંત્રાલયે કહ્યું કે, કોવિડ-19 અને તેના વિભિન્ન પ્રકારોના વધતા ખતરા પર વિચાર કરતા તેણે ઘરેલૂ ઉડાનોમાં સફર દરમિયાન ભોજન ઉપલબ્ધ કરાવવાની સુવિધાની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લીધો છે.