DSGM કંપનીએ 500થી વધુ લોકો સાથે 20 કરોડની છેતરપિંડી કરી
સુરતમાં ડીએસજીએમ કંપની શરૂ કરી લોકોની છેતરપિંડી કરનાર પાંચેય આરોપીઓને કોર્ટ દ્વારા સાથ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.આરોપી ભાર્ગવે સુરતના સરથાણામાં ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લિ.નામે માર્કેટિંગ કંપની શરૂ કરી હતી.જેમાં લોકોને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી લોકો પાસેથી મોટા પ્રમાણમાં રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.રોકાણકારોને 24 મહિનામાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ ડીએસજીએમ કંપની દ્વારા આપવામાં આવી હતી.આ ઉપરાંત રોકાણકારોને આકર્ષવા માટે આનેક કીમિયોઃ અપનાવતા હતા.તેમજ વિદેશમાં ટુર પણ કરવતા હતા.ત્યારે કંપની દ્વારા રોકાણકારોને રૂપિયા પરત ન મળતા જાણ થઈ હતી કે કંપની ઉઠી ગઈ છે.એપ્રિલ 2019માં કંપની ઉઠી ગઈ હોવાની જાણ થઈ હતી ત્યારે રોકાણકાર અભિમન્યુ પાટીલ દાવર છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના ભાર આવી હતી. તેમજ ઇકો. સેલે ભાર્ગવ પંડ્યા, જીતેન્દ્ર મોહંતો,કૌશિક રાઠોડ, સંજય દેસાઈ અને વિનોદ વણકરની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટમાં આરોપીઓને રજૂ કર્યા બાદ કોર્ટ દ્વારા આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.આ ઉપરાંત મળતી માહિતી અનુસાર ગુજરાત તેમજ રાજસ્થાન મુંબઈ,એમ.પી દિલ્હી સહિતના લોકોઆ રોકાણ કંપનીમાં ભોગ બન્યા છે.અત્યાર સુધી તપાસમાં 500 લોકોના સામે આવ્યા છે જેમણે આ કંપનીમાં વધુ રૂપિયા મળેવવાની લાલચે રૂપિયાનું રોકાણ કર્યું હતું.