ધોરણ 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 12ના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામની તારીખ જાહેર થઈ છે. આવતીકાલે 17 જુલાઈના રોજ પરિણામ જાહેર થશે. પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવશે. આવતીકાલે 17 જુલાઈના રોજ સવારે 8 વાગે પરિણામ જાહેર થશે
આ વખતે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઇ હતી પ્રમોશનના સ્થાને વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન આપેલી પરીક્ષા અને ધોરણ 11 ની પરીક્ષા ના આધારે પરિણામ તૈયાર કરાયું છે.
આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે કે , રાજ્ય સરકારે ધો .12 વિજ્ઞાન પ્રવાહના વર્ષ 2021 ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગના તા : -19/06/2021 ના ઠરાવ ક્રમાંક : -મશબ / 1221 / 741 /6 થી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરેલ હતી.
આ ઠરાવ અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના જાહેર કરેલ નીતિ મુજબના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરેલ હતા . જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવેલ છે .
બીજી તરફ આ અંગે ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જણાવ્યું કે રાજ્ય સરકારે ધો.12ના વિજ્ઞાન પ્રવાહના વર્ષ 2021ના પરીક્ષાર્થીઓની પરીક્ષા રદ કરીને રેગ્યુલર વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાની સંપૂર્ણ નીતિ પણ જાહેર કરવામાં આવી હતી.
ધોરણ 10 ના પરિણામ બાદ ધોરણ 12ના પરિણામ જલ્દી આવે તેવી આશા હતી. એક તરફ પરિણામની તારીખ જાહેર થઈ છે, તો બીજી તરફ, ધોરણ 12ની શાળાઓ અને કોલેજ પણ શરૂ થઈ ગયા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
