લોકોનાં મનની વાતો,વિચારો અને ભાવોને અલગ અલગ શબ્દોમાં વર્ણવતા ગુજરાતી લેખિકા સંદિપા ઠેસિયા

વિચારથી માણસ ઓળખાય છે. પરંતુ પોતાનાં જ વિચારોથી કોઈ બીજા વ્યક્તિનું વ્યક્તિત્વ સમજવું અને એને શબ્દોથી કાગળ પર કંડારવું ઘણું અઘરું છે. લોકોનાં મનની વાતો,વિચારો અને ભાવોને અલગ અલગ શબ્દોમાં વર્ણવતા ગુજરાતી લેખિકા સંદિપા ઠેસિયા એ એમ.એસ.સી.બાયોટેકનોલોજીમાં કર્યું છે અને તેઓ એક લેક્ચરર પણ છે. સાયન્સ ફિલ્ડમાં હોવા છતાં કોલેજ સમયમાં ડ્રામા,મોનો એક્ટિંગ,વકતૃત્વ જેવી ઘણી સ્પર્ધાઓમાં ભાગ લઈને તેમણે ઈનામો જીત્યાં છે. એમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ રાઇટિંગને પ્રોફેશન તરીકે અપનાવશે.

  • ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલમાં ભાગ લીધો અને ત્યાંથી લખવાની શરૂઆત કરી

ચારેક વર્ષ પહેલાં સંદિપા એ જ્યારે ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલમાં ભાગ લીધો અને જીત્યાં ત્યારથી તેઓ એ લખવાની શરૂઆત કરી. તેમણે ઘણા મેગેઝીન અને પેપર માટે આર્ટિક્લ અને વાર્તાઓ લખી છે. આ ઉપરાંત તેમણે ઘણા પ્રોડક્શન સાથે મળીને હમણાં સુધીમાં 20 થી વધુ એડ્સ બનાવી છે.

 

એમણે અન્ય રાઈટરો સાથે મળીને “પહેલ” નામની એક બૂક લખી અને પબ્લિશ કરી છે. આ ઉપરાંત, ઘણા ગુજરાતી ગીતો અને તેમની સ્ટોરી લખી છે. સબસે પહેલે, મારૂ મન મોહી ગયું, આવી નવરાત્રી જેવાં સુંદર ગીતોને શબ્દો આપ્યાં છે તેમજ હાલમાં તેમનું એક ગીત “વ્હાલો લાગે”રીલીઝ થયું છે. વાણી મ્યુઝિક સાથે મળીને તેમણે ઘણાં પ્રોજેકટ કર્યા છે. એ.બી.પી.અસ્મિતાના પ્રોજેકટમાં રાઈટિંગ તેમજ દૂરદર્શન માટે એન્કરીંગ અને રાઈટિંગ પણ કરેલુ છે. સંદીપા એ પોતાનાં વિચારોથી સ્વતંત્ર અને ખુશમિજાજ વ્યક્તિ છે. જે પોતાનાં લખાણથી બીજા લોકોનાં ભાવોને બહુ સરળતાથી સમજી અને વ્યક્ત કરી શકે છે.

Related posts

CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષા રદ, ધોરણ 12ની પરીક્ષા પાછળ ઠેલાઇ, PM મોદીની મીટિંગ બાદ નિર્ણય

Inside Media Network

જાણો સૌથી નાની વયના કોર્પોરેટર કોણ બન્યા

Inside Media Network

સુરતમાં વોર્ડ 14માં ભાજપની પેનલનો વિજય

Inside Media Network

અમેરિકાની યુવતીએ બનાવ્યું વિશ્વનું સૌથી મોટું ચિત્ર

Inside Media Network

મગરના પેટમાંથી માણસના એ અંગો નીકળ્યા જેને જોતા…

Inside Media Network

સુરતમાં કોરોનાના કારણે લેવાયો મોટો નિર્ણય, શનિ-રવિ કાપડ માર્કેટ બંધ

Inside Media Network
Republic Gujarat