INS વિરાટ જહાજને મ્યુઝિયમ બનાવવા સુપ્રીમમાં અરજી
ભારતીય આર્મીમાંથી સેવામુક્ત થયેલા યુદ્ધ જહાજ INS વિરાટના ભંગાણ પર સુપ્રીમ કોર્ટએ રોક લગાવી,સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ INS વિરાટ જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં તેને રાખવામાં આવે યથાવત રાખવામાં આવે, આ ઉપરાંત કોર્ટ દાવર ખરીદનારને પણ નોતીસ આપવામાં આવી છે.મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે એક ગ્રુપ ભવિષ્ય માટે એને સંરક્ષિત કરવા માંગે છે અને ખરીદનારને 100 કરોડ રૂપિયામાં ખરીદવામાં કહેવામાં આવ્યું છે.
તેમજ મહત્વનું છે કે અરજદારનું કેહવું છે કે તોડવા કરતા તેને મ્યુઝીયમમાં રૂપાંતરિત કરવું યોગ્ય રહેશે.1987માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેમજ INS વિરાટ એરક્રાફટને ફ્લાઈંગ કરાવવાની ક્ષમતા ધરાવનારા જહાજ છે.વર્ષ 2017માં તેને નેવીમાંથી બહાર કરવામાં આવ્યું હતું.ત્યારે એક ગ્રુપ દ્વારા 38.54 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.આ જહાજને ગુજરાતના અલંગ જહાજ તોડવાના યાર્ડમાં મોકલવામાં આવ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટે એને તોડવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.