છત્તીસગઢના બીજાપુરમાં જેવી રીતે નકસલવાદીએ ભારતીય જવાનો પર હુમલો કર્યા હતો તે દરેક બાબતોને ધ્યાને લઈ ભારતીય સેનાએ મોટો હુમલો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સેનાની નજરમાં ટોપ લેવલના આઠ નકસલવાદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં નકસલવાદીઓ ખિલાફ ઓપરેશન શરૂ કરી દેવામાં આવશે. અને તેના માટે ભારતીય સેના દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ તૈયારીઓ પાછળ ખાસ કરીને હ્યુંમન ઈન્ટેલિજેંસ અને ટેક્નિકલ ઈન્ટેલિજેંસનો પણ સહારા લેવામાં આવી રહ્યો છે.
સુરક્ષા એજન્સીઓએ મોલ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડરની લિસ્ટ બનાવીને તેમની સામે મોટું ઓપરેશન શરૂ કરવા જઈ રહી છે. સૂત્રોની માહિતિ પ્રમાણે ઓપરેશન પ્રહાર-3 મુજબ એ મોટા નક્સલીઓને નિશાન પર લેવામાં આવશે કે જે ભોળા યુવકોનું બ્રેન વોશ કરીને તેમને નક્સલી ગતીવિધિઓમાં સામેલ કરવા માટે ઉપસાવતા હોય છે.
સુરક્ષાદળોએ નક્સલીઓનાં ટોપ કમાન્ડરની લિસ્ટ બનાવી છે કે જેમાં PLGA-1 નો સૌથી મોટો કમાન્ડર હિડમા સામેલ છે. સરક્ષા દળોને માહિતિ મળી ગઈ છે કે તે સુકમાનાં જંગલમાં છીપાઈને સુરક્ષાબળોને નિશાન પર લઈ શકે છે. સૂત્રો પ્રમાણે આ લિસ્ટમાં હિડમા સિવાય બીજા પણ કેટલાય નક્સલી લીડરો સામેલ છે.
જણાવી દઇએ કે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુરમાં નક્સલવાદીઓએ શનિવારે 700 થી વધુ સૈનિકો પર હુમલો કર્યો હતો અને તેમણે ઘેરી લીધા હતા. બીજાપુર એસપીએ રવિવારે જણાવ્યું હતું કે નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 22 સૈનિકો શહીદ થયા છે અને ઘણા સૈનિકો હજી લાપતા છે. નક્સલવાદીઓએ બે ડઝનથી વધુ સુરક્ષા જવાનોના શસ્ત્રો પણ લૂંટી લીધા હતા.
