નેશનલ સ્ટોક એક્સચેન્જમાં એક ટેક્નિકલ ખામીના કારણે ઇન્ડેક્સ પ્રાઇસ ફીડ અપડેટ થવામાં મુશ્કેલી આવી રહીં છે જેને લઇને ટ્રેડિંગ કરવામાં મુશ્કેલીપડી રહી છે. ત્યારે NSE દ્વારા આજે દિવસભર ટેક્નિકલ ખામી દૂર કરવાના પ્રયત્નો કર્યા બાદ બજાર આજે બપોરે 3.30 કલાકે ફરીથી ખોલવામાં આવ્યું અને 3.38 સુધી પ્રિ-ઓપન સેશન કાર્યરત થયું હતું ત્યાર બાદ 3.45થી 5.00 વાગ્યા સુધી રાબેતા મુજબ ટ્રેડિંગ શરૂ કરવામાં આવ્યું હતું. દેશના બંને મુખ્ય શેરબજાર BSE અને NSE દ્વારા બજારને 5.00 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાનો સંયુક્તપણે નિર્ણય લેવામાં આવ્યો છે.
શેર બ્રોકરો અને રોકાણકરો દ્વારા સતત ફરિયાદ મળતી હોવાના કારણે તેનું ઝડપી નિરાકરણ લાવવા પ્રયત્ન કરાવમાં આવ્યો છે શેર બ્રોકરો અને રોકાણકારો ટ્વીટર પર સતત આ ટેક્નિકલ ખામીને લઇને ફરિયાદ કરી રહ્યાં હતા
શેરબજારમાં ટેક્નિકલ ક્ષતિના કારનેરોકાણકારોનું મોટા પ્રમાણમાં નુકશાન થતુંજોવ ,લઈ રહ્યું છે.તેમજ મહત્વનું છે કે આ પહેલા 28 સપ્ટેમ્બર 2019ના રોજ NSEના પ્લેટફોર્મ ઉપર ટેકનિકલ ખામીને કારણે કેટલાંક સમય સુધી ટ્રેડિંગમાં મુશ્કેલી સર્જાઇ હતી. જેના કારણે રોકાણકારોને અપડેટ્સ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી