ચૈત્ર નવરાત્રિની નવમી તિથિ રામનવમીના રૂપમાં ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે રામનવમીના દિવસે પ્રભુ શ્રી રામએ રાજા દશરથના ઘરે જન્મ લીધો હતો. ભગવાન રામને ભગવાન વિષ્ણુના વંશજ માનવામાં આવ્યા છે. આ જ મુખ્ય કારણ છે કે ચૈત્ર નવરાત્રિની નવમી તિથિને રામનવમી પણ કહેવામાં આવે છે. અસત્ય પર સત્યની જીત અને ખરાબ પર સારાના પ્રતીક એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મદિવસને દુનિયાભરના રામભક્ત ધામધૂમથી ઉજવે છે.
રામ નવમીના દિવસે લોકો સ્નાન વગેરે કામ પૂરા કરીને વ્રતનો સંકલ્પ કરે છે. તેના પછી સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી વ્રત રાખે છે. રામ નવમીના દિવસે ભગવાન શ્રી રામના વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં રામચરિતમાનસની ચોપાઈ સાંભળવા મળે છે. લોકો પોતાના મનોકામનાઓની પૂર્તિ માટે ભગવાન શ્રીરામના ચરણોમાં શ્રદ્ધાના પુષ્પ અર્પણ કરે છે. ચૈત્ર શુક્લ નવમીના દિવસે ભગવાન રામનો જન્મ થયો, આથી આ તિથિનું મહત્વ વધારે છે. કેમ કે ભગવાન રામ તો સ્વયં જ ભગવાન વિષ્ણુનો અવતાર છે. આ દિવસે ભગવાન સ્વયં ધરતી પર જન્મ્યા હતા. એવામાં લોકો તેમની આરાધના કરીને પોતાની મનોકામનાઓ પૂરી કરી લેવા ઈચ્છે છે.
શ્રીરામ ભગવાન વિષ્ણુના 7 મા અવતાર હતા. વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાનના 1 હજાર નામોનો ઉલ્લેખ છે. તેમાંથી 394 સ્થાન પર ભગવાન વિષ્ણુનું એક નામ રામ જણાવવામાં આવ્યું છે
