rath yatra 2021 ahmedabad: મામાનાં ઘરે મોસાળાની વિધિ પૂર્ણ, રથયાત્રામાં પ્રદિપસિંહ જાડેજાની સતત હાજરી

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નિયમો સાથે નિકળી. રાજ્ય સરકારે કોરોના નિયમોના પાલન સાથે રથયાત્રા યોજવાની મંજૂરી આપ્યા બાદ આજે રથયાત્રામાં રથ સહિત માત્ર 5 જ વાહન અને 60 જેટલા ખલાસી ભાઈઓ જોડાયા. રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ કરવામાં આવશે. ઈતિહાસમાં પ્રથમવાર ભક્તો, ગજરાજ, ભજનમંડળી કે અખાડા વિના રથયાજ્ઞા યોજાશે. રથયાત્રા દરમિયાન ભક્તોના દર્શન કે પૂજા કરવા પર પ્રતિબંધ મૂકાયો છે.

મુખ્યમંત્રીએ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી પહિન્દ વિધિ સંપન્ન કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. સીએમ રૂપાણીએ જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને ગુજરાત રાજ્ય કોરોના મહામારી માંથી બહાર આવનારું દેશનું કોરોના મુક્ત પ્રથમ રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે. રાજ્યમાં સમગ્ર સ્થિતિ પૂર્વવત બને તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે તેમ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રથયાત્રાની પૂર્વસંધ્યાએ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતની સુખ, સમૃધ્ધિ અને વિકાસ માટે ભગવાન જગન્નાથની કૃપા આશિષ વરસતા રહે તેવી અપીલ કરી હતી.

રથયાત્રાના રૂટ પર પોળમાં કર્ફ્યૂનું કડક પાલન કરવાનું રહેશે. પોળમાં રહેતા લોકો બહારથી મહેમાનોને ઘરમાં બોલાવી શકશે નહીં. આ ઉપરાંત પોલીસ અને પેરા મિલિટરી ફોર્સનો પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23 હજાર સુરક્ષા જવાનોનો ખડકલો કરાયો છે. જેમાં 34 એસઆરપીની કંપની, નવ સીઆરપીએફની કંપની, 5 હજાર 900 હોમગાર્ડ તૈનાત છે. તો ચેતક કમાન્ડોના એક યુનિટની સાથે જ 13 બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને 15 ક્યુઆરટી ટીમ તૈનાત કરાઈ છે.

Related posts

ચૂંટણીના માહોલ વચ્ચે દિલ્હીમાં ભાજપની મહત્ત્વની બેઠક શરૂ

Inside Media Network

કોરોનાએ બદલ્યું સ્વરૂપ, કોરોનાના નવા લક્ષણો આવ્યા સામે

Inside Media Network

આજથી ચૈત્રી નવરાત્રી: જાણો શું છે આ પાવન દિનનું મહાત્મય અને પૌરાણિક માન્યતા, આ રીતે કરો કળશ સ્થાપના

Inside Media Network

ફેન્સની રાહનો અંત આવ્યો, થિયેટરોમાં રિલીઝ થશે આ 5 મોટી ફિલ્મો! YRFએ કરી જાહેરાત

Inside Media Network

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 301 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

શું તમે જાણો છો ઘરના આ ખૂણામાં તિજોરી રાખવાના ફાયદા

Inside Media Network
Republic Gujarat