Remdesevir : 3500થી ઓછી કિંમતે મળશે રેમડેસીવીર, અછત દૂર કરવા કેન્દ્રનો મોટો નિર્ણય

કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સહીત સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ બુલેટ ગતિએ વધી રહ્યું છે. કોરોનાના ઉપચારમાં રેમડેસીવીર ઇન્જેક્શન લાઈફસેવર તરીકે માનવામાં આવે છે. જો કે આજકાલ રેમડેસીવીર મોટી માંગ, અપૂરતો જથ્થો, કાળાબજારી અને ખાનગીમાં ઉંચી કિંમતે વેચવા જેવી વિવિધ મુદ્દાઓ અંગે ખુબ ચર્ચામાં રહ્યું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રેમડેસીવીરની નિકાસ બંધ કરી હતી અને હવે તેના ભાવ ઘટાડવાની પણ જાહેરાત કરી છે.

હાલના સમયમાં ભારતમાં સાત કંપનીઓ મળીને 38.80 લાખ ડોઝ રેમડેસિવિર નું ઉત્પાદન કરે છે. સરકારે 6 કંપનીઓ દ્વારા સાત અન્ય સાઇટ્સ પર 10 લાખ ડોઝ વધારાનું ઉત્પાદનને મંજૂરી આપી છે. આ સિવાય 30 લાખ ડોઝ પ્રતિ મહિનાના હિસાબથી એક અન્ય કંપનીને રેમડેસિવિરના ઉત્પાદન માટે કહ્યું છે. ત્યારબાદ ભારતમાં આ દવાના 78 લાખ ડોઝ દર મહિનાના હિસાબે ઉત્પાદન થશે.

ગુજરાતના રાજ્યસભા સાંસદ તેમજ કેન્દ્રીય પોર્ટ્સ, શીપીંગ અને વોટરવેઝ, કેમિકલ અને ફર્ટિલાઈઝર પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે ઉભી થયેલી સ્થિતિને જોતા રેમડેસીવીર ઉત્પાદકો સાથે તા.12 અને 13 એપ્રિલના રોજ ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવી હતી. જેમાં રેમડેસીવીરના ઉત્પાદન – સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગેના નિર્ણયો લેવાયા.

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું કે તા.11 એપ્રિલ 2021NA રોજ DGFT દ્વારા રેમડેસીવીર પર તેના API અને ફોર્મ્યુલેશન માટે નિકાસ પ્રતિબંધિત કરાયો હતો. સરકારનાં હસ્તક્ષેપથી રેમડેસીવીરના લગભગ 4 લાખ વાઇલ કે જે એક્સપોર્ટ માટે બનાવાઈ રહી હતી, તેને સ્થાનિક માર્કેટની જરૂરીયાત માટે ડાયવર્ટ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોવિડ સામેની લડાઇમાં સાથે જોડાતાં રેમડેસીવીરના ઉત્પાદનકર્તાઓ અઠવાડિયાના અંત સુધીમાં સ્વેચ્છાએ રેમડેસીવીરનો ભાવ રૂ.3500 થી ઓછી કિંમતે ધટાડી દેશે.

ભારત સરકારે 11 એપ્રિલે રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સરકારે કહ્યુ કે, રેમડેસિવિર બહાર મોકલવાની જગ્યાએ ઘરેલૂ ઉપયોગ માટે રહેવી જોઈએ. સરકારના આ નિર્ણય બાદ રેમડેસિવિરના 4 લાખ ડોઝ બહાર જઈ રહ્યાં હતા તેને રોકી લેવામાં આવ્યા

Related posts

ખેડૂત આંદોલન: આજે 12 કલાક માટે ખેડૂતોનું ભારતનું બંધ એલાન,વિરોધીઓએ ગાજીપુર બોર્ડર બ્લોક કરી હતી

Inside Media Network

દોડવીર હિમા દાસનું સપનું થયુ સાકાર

Inside User

મહારાષ્ટ્ર: શરદ પવારને એન્ડોસ્કોપી કરાવી, પેટમાં દુઃખાવો થતાં હોસ્પિટલમાં થયા હતા દાખલ

Inside Media Network

Assam Vidhan Sabha Chunav Phase 2: 39 બેઠકો પર મતદાન શરૂ થયું, ઇવીએમ બગડતાં નાગાંવ-સિલચરમાં મતદાન અટક્યું

શું માર્ચથી અમદાવાદ કર્ણાવતીના નામે ઓળખાશે? સરકાર કરી શકે છે નિર્ણય: સૂત્ર

Inside User

બીજી ફેરબદલ: માંડવીયા, સિંધિયા અને કેબિનેટ સમિતિઓમાં ઈરાની, ભૂપેન્દ્ર યાદવને મળી મોટી જવાબદારી

Republic Gujarat