ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે. 1 કરોડ 59 લાખ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ પ્રકારે આરટીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટ ખુબ જ મોટી સંખ્યામાં નાગિરકોની જ્યારે ઇચ્છા થાય ત્યારે સરકારી આયોજન અનુસાર કરવાનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા સરકારી ખર્ચે કરવામાં આવ્યું છે. સરકારી લેબોરેટરિમાં તેનું ટેસ્ટિંગ કરી 24-30 કલાકની અંદર તેનો રિપોર્ટ મળી જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોને લઈને મોટો નિર્ણય લેવાયો છે. ડે.સીએમ નીતિન પટેલે RTPCR ટેસ્ટ તેમજ મા કાર્ડને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજતા જણાવ્યું કે, ‘રાજ્ય સરકારે 40 લાખથી વધુ RTPCR ટેસ્ટ મફત કર્યા છે. તમામ જિલ્લાઓમાં લેબ ઉભી કરવાનું અમારું આયોજન છે. ઘરે બેઠા RTPCR ટેસ્ટ કરાવવાના 900 રૂપિયા લેવાશે. લેબમાં RTPCR ટેસ્ટ કરાવવાનો ચાર્જ 700 રૂપિયા લેવાશે. RTPCR ટેસ્ટનો ચાર્જ રૂ.૧૦૦ ઘટાડાયો. તારીખ ૨૦ એપ્રિલથી નવો ચાર્જ લાગુ પડશે.’ કારી લેબોરેટરિમાં તેનું ટેસ્ટિંગ કરી 24-30 કલાકની અંદર તેનો રિપોર્ટ મળી જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘ગુજરાત સરકારે તો અત્યાર સુધી 40લાખ 99 હજાર ટેસ્ટ ગુજરાત સરકારે પોતાના ખર્ચે કર્યો છે. 1 કરોડ 59 લાખથી વધુ એન્ટિજન ટેસ્ટ કર્યા છે. સરકાર તરફથી વિના મૂલ્યે ટેસ્ટ થાય છે. બંને પ્રકારના ટેસ્ટિંગ ફ્રીમાં થાય છે. તેમ છતાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે દર ઘટાડ્યા છે. હવેથી પ્રાઈવેટ લેબ આનાથી વધારે ભાવ વસુલી શકશે નહીં.’
