SBIના ગ્રાહકો માટે રૂપિયા કમાવાની ખાસ તક
તાજેતરના સમયમાં વ્યક્તિ પોતાની બચત પર વધુ ધ્યાન આપે છે ત્યારે સ્ટેટ બેન્ક દ્વારા ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને સ્કીમ બહાર પાડવામાં આવી છે. અનેક વખત રોકાણકરો વધુ રિટર્ન મેળવવાની આશામાં બધાજ રૂપિયા ખોઈ બેસે તેવું પણ બને છે. પરંતુ SBI બહાર પાડવામાં આવેલી સ્કીમદ્વારા ગ્રાહકો નિશ્ચિત રેતન મેળવી શકશે.તેમજ ગ્રાહકો મહિને 10 હજાર રૂપિયા સુધીનું રિટર્ન આ સ્કીમ દ્વારા મેળવી શકશે. ક્યારેક વધુ આવક મેળવવા માટે કોઈ લોભામણી સ્કીમમાં રોકાણ કરવાથી સામે આવક શૂન્ય બની જાય છે ત્યારે આ એક એવી સ્કીમ છે કે જેના દ્વારા તમારી માસિક આવક રૂપિયા 10 હજાર કે તેથી વધુ થશે.
સ્ટેસ્ટ બેન્ક ઓફ ઇન્ડિયા દેશની સૌથી મોટી તેમજ અધિકૃત બેન્ક માનવામાં આવે છે.તેમજ તેના દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવે છે.SBI દ્વારા ગ્રાહકોને ફિક્સડ ડિપોઝિટથી લઈને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સુધીના વિકલ્પો આપવામાં આવે છે.બેંકની કેટલીક સ્કીમમાં રોકાણ કરી તમે દર મહિને 10 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો.
SBIની એન્યૂટી સ્કીમ દ્વારા તમને વધુ આવક મેળવવાની તક પ્રાપ્ત થઈ શકે છે. SBIની આ સ્કીમમાં 36, 60, 84 કે 120 મહિનાની મુદત માટે રોકાણ કરી શકાય છે. તેમાં રોકાણ પર વ્યાજ દર એ જ હશે, જે જૂની મુદત માટે ટર્મ ડિપોઝિટ પ્રમાણે હશે. જો તમે પાંચ વર્ષ માટે ફંડ ડિપોઝિટ કર્યું તો આપને પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર લાગુ થનારા વ્યાજ દર મહીના પ્રમાણે આપવામાં આવશે. આ સ્કીમ તમામ લોકો માટે ફાયદા કારક છે તેમજ દેરક વ્યક્તિ તેમાં રોકણ કરી શકે છે. જો કોઈ રોકાણકાર દર મહિને 10 હજાર રૂપિયાની આવક મેળવવા ઈચ્છે છે. તો 5,07,964 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે . જમા કરવામાં આવેલી રકમ પર તેમને 7 ટકાના વ્યાજ દરથી આવક મળેવી શકશે, જે દર મહિને લગભગ 10 હજાર રૂપિયા છે. જો તમારી પાસે રોકાણ કરવા માટે 5 લાખ રૂપિયા છે અને તમે ભવિષ્યમાં પોતાની આવક વધારવા માંગો છો તો આપના માટે આ ખુબ ઉપયોગી સ્કીમ છે.