- SBIએ 40 કરોડ થી વધુ ખાતેદારોને સૂચના આપી
- આધાર કાર્ડ લિંક કરો અને આર્થિક લાભ મેળવો
જો દેશની સૌથી મોટી સરકારી બેંક SBIમાં તમારું ખાતું છે, તો આ સમાચાર જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે, બેંકે આધારકાર્ડ એકાઉન્ટ સાથે લિંક કરવું ફરજીયાત કર્યું છે. બેંકે આ માહિતી ટ્વિટ કરી જણાવી છે.SBI કહે છે કે, જો તમે કોઈ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છો અથવા તો ગેસ અને અન્ય કોઈ સબસિડી તમારા ખાતામાં આવે છે. તો હવે આધારકાર્ડ એકાઉન્ટ સાથે લિંક કરવું ફરજીયાત રહેશે નહીં તો પૈસા એકાઉન્ટમાં ટ્રાન્સફર નહીં થાય.
SBIના બચત ખાતાને આધાર સાથે જોડવા તમે ATM, ઇન્ટરનેટ બેંકિંગ અથવા SBIની એપ્લિકેશનથી આધાર કાર્ડને લિંક કરી શકો છો. અથવા તો તમે બેન્કની શાખા પર જઈને પણ એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિંક કરાવી શકો છો..
The post SBIમાં એકાઉન્ટ ધારકોએ આધારકાર્ડ લિંક કરવું જરૂરી, ટવિટ કરી આપી જાણકારી appeared first on Gujarat Inside.