પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે શનિવારે મતદાન યોજાશે. જેમાં ભાજપના નેતા તેમજ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રીયો અને ટીએમસીના બે મંત્રીઓ સહિત અનેકનું ભાવી ઇવીએમમાં કેદ થશે.
પશ્વિમ બંગાળમાં આજે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાનમાં કુલ 1,15,81,022 મતદારો 373 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. હાવડામાં 9 વિધાનસભા સીટો, દક્ષિણ 24 પરગનામા6 11, અલીપુરદ્રારમાં 5, કૂચબિહારમાં 9 અને હુગલીમાં 10 સીટો પર મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી પંચે ચોથા તબક્કા માટે કુલ 15940 મતદાન મથકો તૈયાર કરી રાખ્યા છે. સાથે જ સેન્ટ્રલ આર્મ્ડ ફાર્સ (સીએપીએફ)ની 789 ટૂકડીઓ તૈનાત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘણી જગ્યાએ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો છે. તો બીજી તરફ ટીએમસી તરફથી મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીએ ઘણી વિધાનસભામાં જનસભાઓ સંબોધી છે.
મતદાન માટે લોકોનો ઉત્સાહ
બંગાળમાં મતદાન કરવા માટે લોકોનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. રાજ્યના અલીપુરદ્વાર જિલ્લામાં મતદાન મથકોની બહાર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી.
મતદાન મથકો પર લાંબી લાઇનો
બંગાળમાં ચોથા તબક્કાના મતદાન અંતર્ગત લોકોમાં ભારે ઉત્સાહ છે. સવારથી જ મતદાન મથકોની બહાર મત આપવા માટે લાંબી લાઇનો લગાવી દેવામાં આવી છે.
બાબુલ સુપ્રિયોએ લગાવ્યો આરોપ
કોલકાતામાં ટોલીગંજ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો ગાંધી કોલોનીમાં ભારતી બાલિકા વિદ્યાલય પહોંચ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટીના પોલિંગ એજન્ટને મતદાન મથકમાં પ્રવેશવાની મંજૂરી નથી. તેણે પોતાનું ઓળખકાર્ડ પણ આપ્યું હતું, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસરએ મંજૂરી આપી ન હતી. અમે તેને વેબસાઇટ પરની વિગતો બતાવી, ત્યારબાદ તેને બૂથ પર જવાની મંજૂરી આપવામાં આવી.
ભાજપના ઉમેદવારે આપ્યો મત
દક્ષિણ 24 પરગણાની ભાંગર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર, સૌમિ હતીએ પોતાનો મત આપ્યો. તેમણે પંચુરિયા ખાતેના મતદાન મથકમાં પોતાનો મત આપ્યો હતો.

previous post