પશ્ચિમ બંગાળમાં મંગળવાર સવારથી જ કુલ 31 બેઠકો માટે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદાનની શરૂઆત સાથે જ ભાજપ અને ટીએમસી વચ્ચે આરોપો-પ્રત્યારોપોનો સિલસિલો પણ ચાલુ થઈ ગયો છે. ટીએમસીએ પોલિંગ બૂથ ખાતે મતદાતાઓને હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ તરફ ભાજપના નેતાએ ટીએમસી નેતાના ઘર બહારથી એક ઈવીએમ મશીન મળી આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે.
આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ જોવા મળ્યો છે. ગ્રામીણોએ સેક્ટર અધિકારીને પકડીને પ્રદર્શન કર્યુ છે. ઉલુબેરિયા ઉત્તરથી ભાજપના ઉમેદવાર ચિરન બેરાએ આરોપ લગાવ્યો કે તુલસીબેરિયાના એક ટીએમસી નેતા ગૌતમ ઘોષને ગ્રામીણોએ ઈવીએમ મશીન અને 4 વીવીપેડ સાથે પકડ્યો. ત્યારબાદ વિસ્તારમાં તણાવ ફેલાયો. કેન્દ્રીય દળો અને પોલીસે ગ્રામીણોને વેર વિખેર કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો.
ટીએમસી નેતાના ઘર પાસે ઈવીએમ મળી આવ્યા બાદ ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. અહીં એક સેક્ટર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચનું કહેવું છે કે તે એક રિજર્વ ઇવીએમ હતા, જેનો મતદાન કરવામાં ઉપયોગ થતો ન હતો. ચૂંટણી પંચનું કહેવું છે કે સેક્ટર ઓફિસર તપન સરકાર તેના સંબંધીના ઘરે ઇવીએમ લઈને સૂઈ ગયા હતા, જે નિયમોનું ઉલ્લંઘન છે.
અનેક સીલબંધ ઈવીએમ ટીએમસી નેતા ગૌતમ ઘોષના ઘરની બહાર જોવા મળ્યા. જ્યારે પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના અધિકારી જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા તો સેક્ટર ઓફિસરે જણાવ્યું કે જ્યારે અમે સેક્ટર ઓફિસ પહોંચ્યા, ત્યાં સુધીમાં તો સીએપીએફએ બંધ કરી દીધી હતી. ત્યારબાદ મારા આસિસ્ટન્ટ સેક્ટર ઓફિસે કહ્યું કે અમે તેને મારા સંબંધીઓના ત્યાં રાખી શકીએ છીએ મને ખબર નહતી કે તે એક ટીએમસી નેતા છે.
